SCAના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ બાલસિંહ સરવૈયાનું અવસાન

January 11, 2019 at 3:32 pm


સૌરાષ્ટ્ર qક્રકેટ એસોસિએશનમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે લાંબા ગાળા સુધી કાર્યરત રહેવા ઉપરાંત એસસીએની ગવર્નિંગ બોડીના સભ્ય, અમ્પાયર, પસંદગીકાર, મેનેજર, ટૂનાર્મેન્ટ કમિટી ચેરમેન સહિતની અનેક મહત્ત્વની જવાબદારીઆે સંભાળનાર બાલસિંહ સરવૈયાનું અવસાન થયું છે.
રમત-ગમતના ક્ષેત્રમાં બાલસિંહ સરવૈયાનું નાેંધપાત્ર યોગદાન રહ્યું છે. qક્રકેટ ઉપરાંત તેમણે ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલટેનિસ સહિતની રમતોમાં પણ પોતાનું યોગદાન આપી આ રમતોમાં પણ રાજકોટને આગળ લાવ્યું છે.
બાલસિંહ સરવૈયાના નિધનને પગલે સૌરાષ્ટ્ર qક્રકેટ એસોસિએશન દ્વારા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવાયું છે કે બાલસિંહ સરવૈયા ઉર્ફે બાલસિંહ બાપુનો રમત-ગમત પ્રત્યેનું યોગદાન ક્યારેય ભૂલી શકાશે નહી. એસસીએના પૂર્વ મંત્રી નિરંજન શાહે જણશવ્યું હતું કે બાલસિંહ સરવૈયા એ સૌરાષ્ટ્રના રમત-ગમત ક્ષેત્ર અને તેમાં પણ ખાસ કરીને qક્રકેટની રમતમાં તેમની ખાસ ખોટ પડશે. તેમણે લાંબા સમય સુધી એસસીએમાં અલગ અલગ જવાબદારીઆે નિભાવી એસોસિએશનને આગળ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
સૌરાષ્ટ્ર qક્રકેટ એસોસિએશન ઉપરાંત રાજકોટના અન્ય રમતોના ખેલાડીઆે સહિતનાએ બાલસિંહ સરવૈયાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે બાલસિંહ સરવૈયા એસસીએ ઉપરાંત ભારતીય વન-ડે ટીમના મેનેજર, રાજકોટ જિલ્લા બેડમિન્ટન એસોસિએશનના સ્થાપક અને ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશનના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના સ્થાપક સેક્રેટરી અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસો.ના ઉપપ્રમુખ સહિતની જવાબદારીઆે સંભાળી ચૂક્યા છે.
સદ્ગતનું બેસણું કાલે સાંજે 4થી 6 જનજીવનરામ રેલવે ઈિન્સ્ટટયુટ ખાતે રાખવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL