શમી પર લાગેલા ફિક્સીંગના આરોપની BCCI કરશે તપાસ

March 14, 2018 at 6:12 pm


ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સમસ્યાઓનો તો જાણે અંત જ નથી. એક તરફ તેની પત્ની તેના અંગત જીવન અંગે રોજ નવા ખુલાસા કરી રહી છે ત્યારે બીજી તરફ હવે બીસીસીઆઈએ પણ શમી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. શમીની પત્નીએ તેના પર અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાના ખુલાસા સાથે તે મેચ ફીક્સીંગમાં સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો. આ મામલે હવે બીસીસીઆઈએ તપાસ શરૂ કરી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્મિત ક્રિકેટ પ્રશાસકિય સમિતિના ચીફ વિનોદ રાયએ એસીયૂના પ્રમુખને જણાવ્યું છે કે આ આરોપોની તપાસ કરી તેની રીપોર્ટ એક સપ્તાહમાં રજૂ કરવામાં આવે. જો કે આ તપાસના આદેશમાં મેચ ફિક્સિંગ શબ્દનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ શમી પર લાગેલા આરોપની તપાસ કરવાનું જણાવવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL