દૃશ્યમ એક્ટ્રેસ શ્રિયા સરને કર્યા લગ્ન

March 22, 2018 at 6:21 pm


તેલુગુ અને તામિલ એક્ટ્રેસ િશ્રયા સરને હાલમાં જ ઉદયપુરમાં તેના રશિયન બોયફ્રેન્ડ આંદ્રેઈ સાથે લગ્ન કરી લીધા છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ ગઈ છે.શ્રિયાએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા, જેમાં માત્રે તેને ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ આવ્યા હતા. ડેસ્ટિનેશન વેડિંગ માટે તેણે રાજસ્થાનનું ઉદયપુર પસંદ કર્યું.શ્રિયા વેડિંગની સાડીમાં ઘણી સુંદર લાગી રહી હતી.આ તસવીરમાં સાફ દેખાય છે કે શ્રિયા અને આંદ્રેઈ એક-બીજાના પ્રેમમાં કેટલા ડૂબેલા છે, તેમની નજર એક બીજા પર ચાેંટી ગઈ છે. લગ્ન પછી આંદ્રેઈએ લખ્યું, જો તમને કોઈ પ્રેમ કરે છે તો તે તમને આ રીતે પ્રેમ કરતું રહે જે રીતે તમે કરો છો, પણ જો કોઈ તમને ચેન્જ કરવા માગે તો તે પ્રેમ નહી કોમ્પ્રાેમાઈઝ છે. મુંબઈમાં 12 માર્ચ 2018એ તેમણે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. તસવીરોમાં સાફ દેખાય છે કે બન્નેએ હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. આંદ્રેઈ એક નેશનલ લેવલનો ટેનિસ પ્લેયર હોવાની સાથે-સાથે બિઝનેસમેન પણ છે. મોસ્કોમાં આંદ્રેઈનું પોતાનું રેસ્ટોરાં ચેન પણ છે.

Comments

comments

VOTING POLL