સ્પ્રે, સેન્ટની ગંધથી કેન્સર થવાનું જોખમ વધે જાય છે…..

August 11, 2018 at 11:58 am


સેન્ટ, બોડી સ્પ્રે, આફટરશેવ, રૂમ સ્પ્રે તથા ક્લિનિંગ સ્પ્રેનો અસાધારણ ઉપયોગ કરનારાઓ માટે માઠા સમાચાર છે. ઘણી વખત સ્પ્રેની સુગંધથી માથું ચડી જતું હોય છે તો કેટલીક વખત અમુક ગંધથી મુંઝવણ થાય છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે વધુ પડતા સ્પ્રે, આફટરશેવ, સેન્ટ, બોડી સ્પ્રે તથા ક્લિનિંગ સ્પ્રેથી લાબાં ગાળે કેન્સર થવાનું જોખમ છે. એવું એક અભ્યાસના તારણમાંથી જાણવા મળ્યું છે. સુગંધ વ્યક્તિના આવેગ અને ઉત્સાહ પર સીધી અસર કરે છે. ગંઘના કરાણે અનેક લોકોને ઘણી વખત માઠી અસર થાય છે. તો ક્યારેક મુઝવણના લીધે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.

અમુક પ્રકારની સુગંધ ગમતી હોય છે. પરંતુ, ક્લિનિંગ સ્પ્રે, ડિટર્જન્ટ અને રૂમ સ્પ્રેની સ્ટ્રોંગ સુગંધથી માથું દુખે છે. પરંતુ આ ગંધને લઇને કોઇ કોઇને ખુલ્લીને વાત નથી કરતું. ક્યારેક ગંધને લીધે વાત-ચીત કરવી પણ કઠિન બની જાય છે. ક્યારેક આ પ્રકારની ગંધ કે સ્ટ્રોંગ સ્મેલના કારણે વ્યક્તિ બીમાર પણ પડી શકે છે. વધારે પડતી સુગંધ શરીર તથા માનસને નુકસાન પહોંચાડે છે. એવું અભ્યાસમાંથી જાણવા મળ્યું છે. દિન-પ્રતિદિન રંગો, પર્ફયૂમ, સેન્ટ, સ્પ્રે તથા ડિટર્જન્ટમાં વધુ પડતા કેમિકલના ઉપયોગથી વાયુ પ્રદૂષણમાં પણ વધારો થાય છે. જે એક કારના ધુમાડાંના પ્રદૂષણથી પણ વધારે છે. વિજ્ઞાનીઓએ એવો દાવો કર્યો છે રસાયણોના નાના કણો ફેફસાં માટે હાનિકારક સાબિત થાય છે. સુગંધ માટે વપરાતા રસાયણોના મિશ્રણના કારણે સ્ત્રીઓના હોર્મોન્સ ઉપર સીધી અસર જોવા મળી હતી. આ હોર્મોન્સની સક્રિયા ધીમે ધીમે ઓછી થતી નોંધાય હતી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે સ્પ્રેનો ઉપયોગ ગર્ભમાં વિકાસ પામતા સંતાન માટે પણ જોખમી સાબિત થયો છે. પોટેસ્ટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર બંને સ્ત્રીઓના હોર્મેન્સ સાથે સંબંધ ધરાવે છે. જે ગર્ભને નુકસાન પહોંચાડે છે.

Comments

comments

VOTING POLL