સ્કોડાની કાર માર્ચથી રૂા.૩પ,૦૦૦ સુધી મોંઘી થશે

February 22, 2018 at 10:53 am


સ્કોડા ઓટો ઇન્ડિયા પહલી માર્ચથી તેનાં તમામ મોડલના ભાવમાં એક ટકાનો વધારો કરશે, એટલે કે તેની કાર રૂા.૧૦,૦૦૦થી લઇને રૂા.૩પ,૦૦૦ જેટલી મોંઘી થશે. સરકારે બજેટમાં કસ્ટમ્સ ડયૂટીમાં કરેલા વધારાને કારણે કંપની આ ભાવવધારો કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, કસ્ટમ્સ ડયૂટીમાં વધારાની એકંદર અસર હળવી કરવા કંપની બાદમાં તબકકાવાર ભાવ વધારશે. મલ્ટિ–સ્ટેપ ભાવ વધારો ૩થી ૪ ટકાની વચ્ચે રહેશે અને તેનો આધાર સ્કોડાનાં વિવિધ મોડલ અને વેરિયન્ટ પર આધારિત હશે. કંપની મધ્યમ કદની સેડાન રેપિડથી લઇને એસયુવી કોડિયાક સહિતની કાર વેચે છે. રેપિડનો ભાવ રૂા.૮.૩ર લાખ જયારે કોડિયાકનો ભાવ રૂા.૩૪.પ લાખ છે

Comments

comments

VOTING POLL