નાનકડાં કાર્ડ જેટલું આ મસાજર દૂર કરશે દરેક પ્રકારના દુખાવા

April 9, 2018 at 7:58 pm


લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરના કેટલાક અંગ અકડાઈ જાય છે અને તેના કારણે દુખાવાની સમસ્યા ઉંવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકો મસાજ, ખાસ પ્રકારની કસરતો કરી રાહત મેળવતાં હોય છે. પરંતુ આ પ્રqક્રયા આેફિસમાં કામ કરતી વખતે કે ઘરની બહાર થઈ ન શકે.

તેના માટે કલાકોનો સમય ફાળવવો પડે તેમજ તેના નિષ્ણાંત પાસે જવું પડે છે. પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પાસે આવો સમય બચતો નથી. દોડધામ ભરેલી જીવનશૈલીમાં શરીર સાથ આપતું રહે તે માટે નિષ્ણાંતોએ દુનિયાનું સૌથી નાનું અને પાતળું મસાજર બનાવ્યું છે.

આ મસાજર નાનકડા કાર્ડ જેવું છે જેનો ઉપયોગ તમે કોઈપણ જગ્યાએ કરી શકો છો. શરીરના જે ભાગમાં દુખાવો થતો હોય ત્યાં આ કાર્ડ લગાવી દેવાનું હોય છે. તમે આેફિસ, મુસાફરી કરતી વખતે કે કોઈપણ સ્થિતીમાં આ મસાજરનો ઉપયોગ કરી શકો છો. આ મસાજર એકદમ નાનકડું હોવાથી તેને પર્સમાં સાથે પણ રાખી શકાય છે.

આ મસાજર ચાર્જેબલ છે જે 4.7 પાતળું છે. આ મસાજરને શરીરમાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં રાખવું અને તેની સ્વીચ આેન કરવી અને પછી ગણતરીની જ મિનિટોમાં તમારો દુખાવો છૂમંતર થઈ જશે. આ મસાજરમાં 4.0 વર્જન બ્લૂટુથ તેમજ માઈક્રાે પોર્ટ આપવામાં આવ્યું છે જેની મદદથી મસાજર ચાર્જ થાય છે. ફુલ ચાર્જ કરી અને આ મસાજરને તમે સાથે લઈ જઈ શકો છો. આ મસાજરની કિંમત અંદાજે 2538 રુપિયા હશે. ખાસ વાત એ છે કે આ મસાજર આેગસ્ટ 2018થી બજારમાં મળતાં થઈ જશે.

Comments

comments

VOTING POLL