સ્માર્ટફોન યૂઝર્સ માટે ખુશખબરઃ 4જી સાથે ટૂંક સમયમાં જ વધશે ડાઉનલોડિંગ સ્પીડ

May 12, 2018 at 6:39 pm


ટેલિકોમની 4જી સવિર્સ લેવા છતાં મોબાઇલ ડેટા સ્પીડ ધીમી હોય તો આ પરેશાનીમાંથી જલ્દી જ છૂટકારો મળશે. દૂરસંચાર વિભાગે આ સમસ્યાથી મુિક્ત અપાવવા માટે સ્પેક્ટ્રમ હાર્મોનાઈઝેશનને મંજૂરી આપી દીધી છે. હવે સવિર્સ પ્રાેવાઈડર્સને ડેટા આપવા માટે લાંબી પ્રqક્રયામાંથી પસાર નહી થવું પડે, જેથી Iટરનેટ સ્પીડ અને ડાઉનલોડિંગ સ્પીડમાં વધારે થશે.
દૂરસંચાર વિભાગના મતે, હોર્મોનાઇઝેશનને લીલી ઝંડી બતાવવાથી સવિર્સ પ્રાેવાઇડિ»ગ કંપનીઆે 4જી સેવાની ગુણવત્તા અને સ્પીડને વધુ સારી બનાવી શકે છે. હાર્મોનાઇઝેશન દ્વારા બધા જ સવિર્સ પ્રાેવાઇડર્સ સ્પેક્ટ્રમને સુસંગતતાથી ચલાવી શકશે.
હાલના સમયમાં હજુ પણ જુદા-જુદા માર્ગો અપનાવવા પડે છે. જેના કારણે કોઈપણ ક્ષેત્રમાં કોઈ કંપની સારું પ્રદર્શન કરે છે તો બીજી બાજુ આ જ કંપની સારી સેવાઆે નથી આપી શકતી. હાર્મોનાઈઝેશનને મંજૂરી મળતાં આનો લાભ ફક્ત ગ્રાહકોને જ નહી કંપનીઆેને પણ મળશે. આ નિર્ણયથી 2,300 અને 2,500 મેગાહટ્ર્ઝ બેંડના સ્પેક્ટ્રમનું હાર્મોનાઈઝેશન થશે.
દેશમાં ભારતી એરટેલ અને રિલાયંસ જિયો પાસે 2,300 મેગાહટ્ર્ઝના બેંડ છે. જીયો પાસે 22 સર્કલમાં કુલ 600 મેગાહટ્ર્ઝના સ્પેક્ટ્રમ છે જ્યારે ભારતી પાસે આટલા જ સર્કલમાં 570 મેગાહટ્ર્ઝના સ્પેક્ટ્રમ છે. જ્યારે અન્ય કંપનીઆે પાસે આટલી મોટી સંખ્યામાં સ્પેક્ટ્રમ નથી. આ કંપનીઆેએ હરાજીમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા એટલે જ બંને પોતાની 4જી સેવાઆે પૂરી પાડે છે.ટેલિકોમ એક્સપર્ટ અરુણ પ્રધાનના મતે, વિભાગે ગ્રાહકો અને સવિર્સ પ્રાેવાઈડર કંપનીઆે બંનેની મુશ્કેલીઆે હલ કરી છે. આનો સીધો લાભ ખાસ કરીને ગ્રાહકોને ડાઉનલોડ અને અપલોડ સ્પીડમાં મળશે.ટ્રાઈના રિપોર્ટમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં રિલાયંસ જિયોએ બાજી મારી હતી. આ દરમિયાન નેટવર્ક પર અધિકતમ ડાઉનલોડ સ્પીડ 21.3 એમબીપીએસ રહી, જ્યારે ભારતીય એરટેલના નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 8.8 એમબીપીએસ રહી. મહત્વનું છે કે ટ્રાઈના રિપોર્ટમાં વોડાફોન અને આઈડિયા સેલ્યુલરની સરેરાશ ડાઉનલોડ સ્પીડ અનુક્રમે 7.2 એમબીપીએસ અને 6.8 એમબીપીએસ રહી. જ્યારે આ દરમિયાન 4જી અપલોડ સ્પીડમાં આઈડિયા અવ્વલ રહ્યું.

Comments

comments

VOTING POLL