સોનમ કપૂરના લગ્ન મે માસમાં થયા ફાઇનલ, આ કલાકારોને મોકલાયું આમંત્રણ

April 16, 2018 at 8:03 pm


છેલ્લા ઘણા સમયથી દીપિકા પાદુકોણ-રણવીર સિંહના લગ્નની ચર્ચાઓ સાથે સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદના લગ્નની ચર્ચાઓએ પણ વેગ લીધો છે. આ બંનેના લગ્ન એપ્રિલ માસના અંતમાં થશે તેવી ચર્ચાઓ હતી પરંતુ હવે તેમના લગ્ન મે માસમાં ફાઈનલ થયા છે.

સોનમ અને આનંદના લગ્નની તારીખ 6 અને 7 મેના રોજ યોજાશે. આ અંગે બોલિવૂડમાં ચાલતી ચર્ચાઓ અનુસાર બંનેના લગ્ન મુંબઈની એક હોટેલમાં થશે અને રીસેપ્શન દિલ્હીમાં યોજાશે. લગ્નની તૈયારીઓ પણ કપૂર પરીવારે શરૂ કરી દીધી છે. આ અંગે એમ પણ જણાવવામાં આવ્યું છે કે સોનમના લગ્નનું આમંત્રણ રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કરીના કપૂરને પહોંચતું કરી દેવામાં આવ્યું છે. સોનમના લગ્ન વિશે કપૂર પરીવાર તરફથી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

Comments

comments

VOTING POLL