સંપ્રદાય અને પંથ એક વ્યવસ્થા, મોક્ષની મંઝિલ સર્વ માટે સમાન: આચાર્ય ભગવંત કે.સી. મહારાજ સાહેબ

February 23, 2018 at 11:30 am


ગુરુપ્રેમનો જન્મોત્સવ એટલે આનંદનો ઉત્સવ, પ્રેમનો પરમોત્સવ, લાગણીનો મહોત્સવ… ને આ ડી ઘડી એટલે રાજકોટના આંગણે આવી પહોંચી છે. રાજકોટની ભાગોળે પાર્શ્ર્વપ્રેમધામ, નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જૈન સંઘ, ઘંટેશ્ર્વર ખાતે તપાગચ્છાધિરાજ પૂ.આચાર્ય વિજયપ્રેમસુરિશ્ર્વરજી મહારાજનો 99મો જન્મોત્સવ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.1-3ને ગુરુવારે ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે. આ અવસરે ગુરુપ્રેમના આજીવન ચરણોપાસક પૂ.આ.ભ.વિજયફૂલચંદ્રસુરિશ્ર્વરજી (કે.સી.) મ.સા.ના સાંનિધ્યમાં ઉજવાશે.

19 વર્ષ પૂર્વે માંહવી ચોક જિનાલયમાં ચાતુમર્સિ કરનાર અને 12 વર્ષ બાદ રાજકોટની પાવનભૂમિ પર પદાર્પર કરનાર કે.સી. મહારાજ સાહેબે ‘આજકાલ’ને વિશેષ મુલાકાત આપી હતી જેમાં ધર્મ, સંયમ, સંસ્કાર, સહનશીલતા, ધર્મસતા, રાજસતા, એકતા સહિત સાંપ્રત સમયની સમસ્યાથી લઈ વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડયો હતો અને ગુરુદેવના સ્વપ્નને ટૂંકા સમયમાં કઈ રીતે સાકાર કરાશે તે અંગે માહિતી આપી હતી.

આચાર્ય ભગવંત ગુરુદેવનું સ્વપ્ન પર પ્રકાશ ફેંકતા કહ્યું કે, ગુરુદેવ કાળધર્મ પામ્યા અને હજુ 16 માસ જેવો સમય થયો છે. ગુરુદેવનું ગુરુકુળ અને ગુરુમંદિર બનાવવાના ધ્યેયને તેમના શિષ્ય કે.સી. મ.સા. આગળ વધારી રહ્યા છે. શંખેશ્ર્વર અને સંમેત શીખરમાં જબરદસ્ત ગુરુકુળ બની રહ્યું છે. જ્યારે 108 ગુરુ મંદિર પણ ગામે ગામ બની રહ્યા છે. અત્યારના સમયમાં ભણતર અનિવાર્ય છે આથી ગુરુકુળમાં શિક્ષા અને ધર્મસંસ્કારનું સિંચન નવી પેઢી કરી રહી છે. સાથે સાથે કે.સી. મહારાજે સમાજના દાતાઓને શિક્ષણ અને મેડિકલ માટે વધુને વધુ મદદપ થવા આહ્વાહન કર્યું હતું. મોરબીમાં આગામી તા.4થીએ દેરાસરની પ્રતિષ્ઠા થવાની છે.

આજના ફેશનના સમયમાં યુવાવર્ગમાં સંયમનો રાગ લાગ્યો છે જેના વિશે ગુરુદેવ કહે છે કે, તાજેતરમાં સુરતમાં સૌથી વધુ દીક્ષા થઈ. જે ગુરુદેવના સત્સંગ અને પ્રવચનનો પ્રભાવ છે. સંયમ સાચો રાગ છે તેવી સમજદારી લોકોમાં આવી રહી છે. જો ત્રણ વર્ષનો બાળક સ્માર્ટ મોબાઈલને સ્માર્ટથી ઓપરેટ કરી શકતો હોય તો 8 વર્ષના બાળકને દીક્ષા વિશે સમજણ હોય એ સ્વાભાવિક છે.

આત્મહત્યા, હત્યા, હિંસાનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે જે અંગે કે.સી. મ.સા. કહે છે કે, રાજકોટ જેવી ધર્મનગરી ક્રાઈમના રેસિયામાં આગળ વધી રહી છે તેવું જાણીને દુ:ખ થાય છે. આ તમામ પાછળ જવાબદાર છે માત્રને માત્ર મોબાઈ,, એમાં પણ સ્માર્ટ ટેકનોલોજીનો મોબાઈલ આવ્યો ને વ્યક્તિની યાદશક્તિ, જૂઠ્ઠાણું અને સહનશિલતા ગયા… હવે લોકોને જલ્દીથી પૈસો બનાવવાનો છે. મગનમાં ભમતું કંઈ અલગ હોય અને અનુરસતો કંઈક અલગ, ફાસ્ટ યુગમાં કોઈ પણ ભોગે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ. માનવજીવન સમતા, સરળતા અને સમજના પાસાથી અલિપ્ત થઈ રહ્યો છે.

ધર્મ અને રાજકારરનો કેવો સંબંધ હોવો જોઈએ ? આ વિશે કે.સી. મહારાજે જણાવ્યું કે પહેલાં રાજ્યસત્તા સાથે ધર્મસત્તા હતી જે બદલાતા સમય સાથે જતી રહી છે. સાધુ-સંતો ધર્મસત્તા પર ચાલી સમાજને શિસ્ત, સંયમ અને સરળતાનો સંદેશ આપી રહ્યા છે. આ વાતનું તેમને દૃષ્ટાંત ગોંડલ સ્વામિનારાયણ ડેરી શતાબ્દિ મહોત્સવનું આપતા કહ્યું કે, બધા સંતોએ એક મંચ પરથી આ કાર્યક્રમ થકી સમાજને કેટલો સુંદર સંદેશ આપ્યો છે.

સાધુ-સંતો તેમની રીતે દરેક ક્ષેત્રમાં કામ કરે છે બાકી ગામ હોય ત્યાં ગંદકી, ફૂલ હોય ત્યાં કાંટા હોય જેને લોકો નજરઅંદાજ કરી આ પાંખડીઓ તરફ ધ્યાન ન આપવાની સલાહ આપી હતી.અંતમાં તેઓએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં સાધુ-સંતોનું વિચરણ વધવું જરી બન્યું છે.

Comments

comments