કેન વિલિયમ્સનના 735 રન અને એન્ડ ટાઈની 24 વિકેટ

May 28, 2018 at 5:25 pm


આઈપીએલ-11 ધમાકેદાર રોમાંચ સાથે સંપન્ન થઈ છે અને ફાઈનલ મેચમાં ચેન્નાઈએ હૈદ્રાબાદને હરાવી ત્રીજી વખત આઈપીએલની ટ્રાેફી ઉપર કબજો જમાવ્યો છે પરંતુ દર વખતની જેમ આ વખતે પણ બેટિંગ અને બોલિંગના મામલામાં વિદેશીઆેની બોલબાલા રહેવા પામી છે. 735 રન સાથે હૈદ્રાબાદના કેપ્ટન કેન વિલિયમસનને આેરેન્જ અને 24 વિકેટ સાથે કિંગ્સ ઈલેવન પંજાબના એન્ડ³ ટાઈને પર્પલ કેપ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત દિલ્હીના ઋષભ પંતને ઈમજિ¯ગ પ્લેયર આેફ ધ યર અને મોસ્ટ સ્ટાઈલિશ ખેલાડીઆેને એવોર્ડ અપાયો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને ફેર પ્લે એવોર્ડ, ટ્રેન્ટ બોલ્ટને બેસ્ટ કેચ, સુનિલ નરૈનને બેસ્ટ સ્ટ્રાઈક રેટ, મહેન્દ્રસિંહ ધોનીને મોસ્ટ ઈનોવેટિવ થિિન્ક»ગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આઈપીએલની આખી ટૂનાર્મેન્ટ દરમિયાન કુલ 19901 રન બન્યા હતાં. જ્યારે 720 વિકેટ, 872 છગ્ગા, 1652 ચોગ્ગા, 101 અર્ધસદી, 5 સદી લાગી હતી. 19901 પૈકી 11840 રન તો બાઉન્ડ્રીથી જ આવ્યા હતાં જેથી કહી શકાય કે આ વખતની ટૂનાર્મેન્ટમાં સૌથી વધુ ચોગ્ગા અને છગ્ગા લાગ્યા છે. જ્યારે 4754 ડોટ બોલ ફેંકાયા હતા. આ દરમિયાન 111 મીટરનો સૌથી લાંબો છગ્ગો લાગ્યો હતો જ્યારે સિઝનનો સૌથી ફાસ્ટ બોલ 152.39 કિ.મી.નો રહ્યાે હતો. આòર્યજનક રીતે આ વખતે એક પણ હેટ્રિક નાેંધાઈ નથી જ્યારે એક પણ મેચ ટાઈ રહ્યાે નહોતો.

Comments

comments

VOTING POLL