10 મિનિટમાં તૈયાર કરો સ્ટફ પનીર રોલ

July 9, 2018 at 7:10 pm


સામગ્રી
પનીર – 100 ગ્રામ
પ્રોસેસ્ડ ચીઝ – 50 ગ્રામ
લસણ – 2 ચમચી
આદુ – 1 ચમચી
લાલ મરચા – 1 ચમચી
જીરું પાવડર – 2 ચમચી
હળદર – 1 ચમચી
ગરમ મસાલા – 1 ચમચી
ધાણા – 2 ચમચી
મેંદો – 200 ગ્રામ
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – તળવા માટે

રીત

સૌથી પહેલા એક બાઉલમાં પનીરને ક્રશ કરી તેમાં મેંદાના લોટ સિવાયની તમામ સામગ્રી ઉમેરી સારી રીતે મીક્ષ કરો અને સાઈડમાં રાખો. હવે મેંદાના લોટમાં મીઠું અને મોણ નાંખી અને લોટ બાંધવો. કણકને 10 મિનિટ સુધી સેટ થવા દો અને પછી તેમાંથી પુરી બનાવી પનીરનું સ્ટફિંગ ફરી તેના રોલ બનાવો. આ રોલની સાઈડ પાણી લગાવી બરાબર પેક કરી લેવી અને પછી ગરમ તેલમાં તળી લેવા. સોસ સાથે ગરમા ગરમ રોલ સર્વ કરો.

Comments

comments

VOTING POLL