ઉનાળામાં શેરડીનો રસ પીવાથી થાય છે અઢળક લાભ

April 27, 2018 at 5:10 pm


ઉનાળામાં ઠેર-ઠેર શેરડીનો રસ વેંચાતો જોવા મળે છે. આમ તો આજકાલ દરેક ઋતુમાં શેરડીનો રસ પીવો હોય તો મળી રહે છે પરંતુ ઉનાળામાં શેરડીનો રસ પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે એટલા માટે આ ઋતુમાં શેરડીનો રસ વધારે પ્રમાણમાં મળે છે અને પીવો પણ જોઈએ. તો ચાલો જાણી લો તમે પણ કે શા માટે ઉનાળામાં શેરડીનો રસ વધારે પ્રમાણમાં પીવો જોઈએ.

– શેરડીનો રસ પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા ઉદ્ભવતી નથી.
– શેરડીના રસમાં રહેલા આયરન,પોટેશિયમ, મેગનીજ જેવા તત્વ શરીરને પોષણ આપે છે. શેરડીનો રસ મહિલાઓ માટે ખૂબ સારો ગણાય છે.
– ગરમીના દિવસોમાં શરીરને ગ્લુકોઝની જરૂર પડે છે. આ ઉપરાંત શરીરને ઊર્જાની જરૂર પડે છે તે તમામ જરૂરીયાત શેરડીના રસથી પૂરી થાય છે. શેરડીના રસમાં પૂરતાં પ્રમાણમાં ગ્લુકોઝ હોય છે.
– શેરડીનો રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ લાભદાયી નીવડે છે. શેરડીનો રસ પીવાથી પાણીની ઉણપની સમસ્યા થતી નથી.

Comments

comments

VOTING POLL