ઉનાળામાં ત્વચા અને સ્વાસ્થ્યની લેવી હોય સંભાળ તો રોજ પીઓ 1 ગ્લાસ પપૈયાનું શેક

April 30, 2018 at 12:47 pm


ગરમીનો પારો જેમ જેમ વધે છે તેમ તેમ લોકો ઠંડા પીણા અને વિવિધ ફળના શેક પીવાનું પણ વધારે છે. ગરમીના કારણે ખોરાક ઘટી જાય છે અને પ્રવાહી પીવાનું પ્રમાણ વધી જાય છે. અત્યાર સુધી તમે મેન્ગો શેક, ચીકુ શેક, બનાના શેક તો પીધા જ હશે પરંતુ શું તમે પપૈયાનું શેક ક્યારેય પીધું છે? જો ન પીધું હોય તો આ ઉનાળામાં અચૂક પીજો પપૈયાનું શેક. પપૈયાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે.

પપૈયામાં મેગ્નેશિયમ, વિટામીન સી, ફ્લેવેનાઈડ્સ, ફાઈબર જેવા તત્વો હોય છે. આ તત્વો આપણા સ્વાસ્થ્ય અને પાચનને સુધારે છે. પપૈયાનું શેક બનાવીને પીવાથી એક તો શરીરની પ્રવાહીની જરૂરીયાત સંતોષાય છે અને બીજું શરીરમાં જરૂરી પોષક તત્વોની ઊણપ પણ દૂર થાય છે. પપૈયું વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. સવારના સમયે એક ગ્લાસ પપૈયાનો શેક પી લેશો તો વારંવાર ભુખ નહીં લાગે જેથી વજન પણ કાબૂમાં રહેશે.

Comments

comments

VOTING POLL