90ના દાયકાનો સ્વાભિમાન શો ફરીથી જોવા મળશે ટીવીના પડદે…

August 8, 2018 at 11:32 am


ટીવીના પડદે ફરી એકવાર 90ના દાયકાનો શો સ્વાભિમાન ફરીથી જોવા મળશે. એક મુલાકાત દરમિયાન રોહિત રોયએ જણાવ્યું હતું કે સ્વાભિમાનનું રીમેક બનવાનું છે. શોમાં 20 વર્ષનો લીપ દેખાડવામાં આવશે પરંતુ શોની વાર્તા એકદમ નવી હશે. શોમાં જૂના કલાકારોનો સમાવેશ પણ કરવામાં આવશે. જૂના સ્ટાર્સના સંતાનો તરીકે નવા કલાકારો જોવા મળશે.

મહત્વપૂર્ણ છે કે 1995ની આ સીરીયલએ અનેક રેકોર્ડ તોડ્યા છે. સ્વાભિમાન ટીવીની સૌથી વધારે લોકપ્રિય સીરીયલ બની હતી. તેના ડિરેક્ટર મહેશ ભટ્ટ હતા અને શોભા ડે તેમજ વિનાદ રંગનાથએ શોની વાર્તા લખી હતી. આ ભારતનો પહેલો એવો શો છે જેણે 500 એપિસોડ પૂરાં કર્યા છે.

Comments

comments