ટી–૨૦ ત્રિકોણી શ્રેણી: આજે બંગલાદેશ સામે ભારત કોઈ નવા પ્રયોગો નહીં કરે

March 14, 2018 at 11:40 am


Spread the love

અણધાર્યા પરિણામ લાવી આપવા પંકીત બનેલ બંગલાદેશની ટીમ સામે આજે અહીં રમાનાર ટેન્ટી–૨૦ મેચોની ત્રિકોણી શ્રેણીની મેચમાં ભારત બધી ગણતરીભરી શકયતાને બાજુએ રાખી વિજય મેળવવા સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવાના પ્રયત્નમાં રમશે.
સ્પર્ધાની આરંભિક મેચમાં આયોજક શ્રીલંકા સામે અણધાર્યેા પરાજય મેળવ્યા પછી ભારત જુસ્સાભરી બંગલાદેશની ટીમ સામે પોતાની આખરી લીગ મેચમાં કોઈ નવા અખતરા કરવાનું વિચારે એમ લાગતું નથી.
શ્રીલંકા સામેની મેચમાં છેલ્લા બેટિંગ કરતા ૨૧૫ રનનું વિજયનું લયાંક સિદ્ધ કરેલ બંગલાદેશની ટીમના ખેલાડીઓના જુસ્સામાં જબ્બર વધારો થયો હશે અને ભારત સામે તે જો ફરી સફળતા પ્રા કરતા ફાઈનલમાં પહોંચવા માટે તેનો મોકો વધી જવા પામશે.
જોકે, આગામી મેચમાં જો પરાજય થતા ભારત ફાઈનલમાં પ્રવેશ માટેની દોડમાં હજી હશે, પણ તેણે તે માટે બંગલાદેશ અને શ્રીલંકા વચ્ચેની આથરી મેચના પરિણામ પર આધાર રાખવાનો રહેશે અને નેટ રન–રેટ પણ મુખ્ય મુદ્દો બનશે. છેલ્લી બે મેચમાં ઉપરાઉપરી વિજય મેળવ્યા પછી ભારત પાસે ૦.૨૧નો તંદુરસ્ત નેટ રન–રેટ છે.
ભારત સામે કેટલાક પીઢ ખેલાડીઓની ગેરહાજરીમાં યુવાનોને રમવાની તક આપવાનું સ્પર્ધાની શઆતમાં અગત્યનું રહેતું હતું, પણ પરિણામ હંમેશાં મહત્ત્વનું હોવાથી ટીમની પસંદગીમાં કોઈ સાહસ કરવામાં તેને રોકે છે.
દીપક હડા, મોહંમદ સિરાજ, અક્ષર પટેલ જેવા કેટલાક ખેલાડીને સ્પર્ધામાં હજી એકેય મેચ રમવાનો મોકો મળ્યો નથી જે દર્શાવે છે કે સ્પર્ધામાં બીજી કક્ષાની ટીમ રમવા ઊતારવાનો હેતુ પાર પડો નથી. હડા તો શ્રીલંકા સામેની ઘરઆંગણેની શ્રેણીમાં પણ રમ્યો ન હતો.
ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય કેપ્ટન રોહિત શર્માનું બેટિંગ ફોર્મ છે. તાજેતરના સમયમાં સફેદ બોલની ક્રિકેટમાં ભારતના એક સૌથી સફળ બેટધર તરીકે પુરવાર થયેલ મુંબઈનો રોહિત એક મોટો દાવ રમવાની રાહ જોઈ રહ્યો છે કે જેમાંથી પ્રા થનાર આત્મવિશ્ર્વાસ તેને ફરી તેના ફોર્મમાં લાવી શકે છે