ટાટા ડોકોમો લાવ્યું ધમાકેદાર ઓફર… જાણો વિગતો

August 2, 2018 at 6:32 pm


ટેલિકોમ કંપનીઓમાં ડેટા વોર તેજીથી વધી રહ્યું છે. ટાટા ડોકોમોએ હવે આક્રમક કિંમત સાથે ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. આ અંતર્ગત કંપની પોતાના કસ્ટમર્સને માત્ર 98 રૂપિયામાં 39.2 GB ડેટા આપી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. આ ડેટા 3G છે, અને તેમાં કેટલીક શરતો પણ મૂકાયેલી છે.

આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને રોજ 1.4 GB ડેટા મળશે. ડેટા પૂરો થયા બાદ 10 પૈસા પ્રતિ MBના ભાવથી ચાર્જ લાગશે. આ પ્લાનની સાથે માત્ર ડેટા જ મળશે. કેમ કે, તે હકીકતમાં ડેટા માટે જ લોન્ચ કરાયો છે. તેમાં કોઈ પણ કોલિંગ કે ટેરિફ કે પેક સામેલ નથી. તેથી તેની સાથે કોલિંગ અને મેસેજ આપવામાં નહિ આવે.

Comments

comments

VOTING POLL