ઉંલ્લુ બનાવિંગ…

March 30, 2018 at 5:21 pm


આપણે ત્યાં દર વર્ષે પહેલી એપ્રિલના દિવસે એક બીજાને આેફિશિયલી ઉલ્લુ બનાવવામાં આવે છે અને તેને ‘એપ્રિલફૂલ’ કહેવામાં આવે છે. આેફિશિયલી એટલે લખ્યું છે કે બધા રુટિનમાં તો એક બીજાને બનાવતા જ હોય છે.અધિકારીઆે અરજદારને અને સરકાર પ્રજાને રોજેરોજ બનાવે છે.છેલ્લે છેલ્લે તો અચ્છે દિન લાવવાના વચનને અને 2019માં કાેંગ્રેસની સરકાર આવશે એવા રાહુલ ગાંધીના નિવેદનને પણ એપ્રિલફૂલની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવ્યા છે. વેલેન્ટાઈન અને ક્રિસ્મસ જેવા પિશ્ચમના તહેવારોની જેમ આ પરંપરા પણ યુરોપમાંથી શરુ થઇને આખી દુનિયામાં ફેલાયેલી છે, ભારતમાં પણ લોકો મનોરંજન ખાતર એપ્રિલફૂલની ઉજવણી કરે છે. આમ તો ભારતીઆે માટે એપ્રિલફૂલ બનવું કે બીજાને બનાવવા કઈ નવું નથી . આ બાબત માં તો આપણે માહિર છીએ , કોઈને છેતરવાથી માંડીને કોઈને હેરાન કરવાનો નિર્દોષ આનંદ તો આપણે આડે દિવસે પણ લઇ લેતા હોઇએ છીએ . એ માણસ જ સૌથી વધુ એપ્રિલફૂલ બને જેને બીજા પર ભરોસો વધારે હોય . કોઈ ગુજરી ગયું છે કે કોઈ તમને બોલાવે છે કે હુ ફલાણી જગ્યાએ છું તેડવા આવો જેવા એપ્રિલફૂલ તો કોમન છે . આપણે ત્યાં સૌથી વધુ કોઈ એપ્રિલફૂલ બનતું હોય તો એ છે બિચારી જનતા. 50% ડિસ્કાઉન્ટનું બોર્ડ જોતા જ આપણનેે થઇ જાય કે વાહ દેશ માં સેવા કરવા તો આ જ લોકો બેઠા છે . 1000 ની સાડી 500 માં લઇ આવનાર ગૃહિણીને તો ખબર પણ નથી પડતી કે એ ક્યારે ફૂલ બની ગઈ . આપણે ભેળસેળવાળું ખાઈને તો રોજ ફૂલ બનીએ જ છીએ . શાકભાજીનાં ભાવતાલમાં , પેટ્રાેલ, ડીઝલ અને દૂધનાં ભાવ વધારામાં બધે જનતા એપ્રિલફૂલ તો બને જ છે.બજારમાંથી ચોખ્ખું ઘી લેવા જઈએ તો પણ ફૂલ બનીએ છીએ. પેટ્રાેલ પંપવાળો ક્યારે વાતોમાં વળગાળીને 500 ની જગ્યાએ 400 નું જ પેટ્રાેલ ભરે એ ખબર જ નથી પડતી . પંચરવાળો ટાયર ખોલવામાં જ ટ્યુબ તોડી નાખે અને ગેરેજવાળા તો ક્યા સ્પેરપાર્ટ બદલાવી નાખે એ ખબર જ ન પડે . એક સર્વે મુજબ રોજનાં 20% લોકો આ સ્કીમમાં જ ફૂલ બની જાય છે . ઇન્સ્યોરન્સ પોલીસી વાળાનું ગણિત પણ એવું જ કૈક છે .એ લોકોનો તો ટાર્ગેટ જ રોજ અમુક લોકોને ફૂલ બનાવવાનો હોય છે . મોબાઈલ કંપનીઆેંની સ્કીમમાં તો રોજનાં લાખો લોકો ફૂલ બનતા હશે અને કોઈને ખબર પણ પડતી નથી. હજુ બીજા ઘણા ક્ષેત્રો તો બાકી જ છે . જોબ કન્સલ્ટન્સીવાળાનું પણ કૈક એવું જ છે , તમને 10000 હજાર રુપિયા( આમાં ઘણો ફેરફાર હોઈ શકે ) માં ટ્રેનીગ અપાવીને ઇન્ટરવ્યુંનું ગોઠવી આપે પછી જોબ કોને મળે રામ જાણે , બિચારા બેકાર લોકો ને સામે ચાલી ને ફૂલ બનવું પડે છે. ધામિર્ક ગોરખ ધંધાઆેમાં તો શ્રદ્ધાળુઆે ફૂલ બને જ છે સાથે સાથે જ્યોતિષ અને ભુવાઆેનાં ચક્કરમાં પણ લાખો લોકો આવી જાય છે . આ સિવાય ફિલ્મોનાં ખોટા રીવ્યુ અને પ્રાેમો જોઈને ટોકીઝમાં ફૂલ બનવાવાળા પણ લાખો છે . પ્રેમના ચક્કરમાં કોણ કોને ફૂલ બનાવે છે એ તો સમજાતું જ નથી. બાકી ખોટા વચન આપી ચુંટણી જીતનારા પ્રધાનો , લાખો કરોડો નાં કૌભાંડો કરી જતા રાજાઆે આખા દેશને નિયમિત રીતે ફૂલ બનાવી રહ્યા છે અને આપણે બની પણ રહ્યા છે. આમ તો આપણને કોઈ એપ્રિલફૂલ ન બનાવી જાય, તે માટે વધુ પડતા સભાન થઈ જઈએ ત્યારે સાચા. સમાચારને પણ મજાક માનીને નુકશાન વહોરી લેતા હોઈએ છે. ખાસ કરીને જ્યારે મોબાઈલ ફોનની સગવડ ન હતી ત્યારે આવી ઘટના અવારનવાર બનતી હતી. એક ભાઈને પોતાના વતનમાંથી, તેમના મૂળ સરનામે, સારી નોકરી પર હાજર થવાનો આૅર્ડર આવ્યાના સમાચાર મિત્રએ આપ્યા જેને એપ્રિલફૂલ માની લઈ તેઆે તે દિવસે હાજર ન થયા. પરિણામે બાદમાં માંડ-માંડ નવી નોકરી બચાવી શક્યા.એક ભાઈના પિતાને હાર્ટઍટેક આવતા, વતનમાં હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયા. સારી તંદુરસ્તી ધરાવતાં પિતાના આવા સમાચારને એપ્રિલફૂલ માનીને અન્ય સંબંધી લોકો સાથે ખાતરી કરવામાં ચાર કલાક બગાડ્યા બાદ,માંડ-માંડ આખરી ક્ષણે, તેઆે પિતા સાથે મેળાપ કરી શક્યા. એક ભાઈના પ્રમોશન થયું હોવાના માનમાં, તેમના સહકર્મચારી મિત્રએ, પેલા ભાઈના ઘેર સાંજે સ્ટાફના દસ જેટલા સહકર્મચારી જમવા આવવાના હોવાની એપ્રિલફૂલ ખબર આપતાં, ઘરનાં બધાં મહિલા સદસ્યએ ભેગા મળી અનેક પ્રકારનાં મિષ્ટાન તથા અન્ય સ્વાદિષ્ટ વાનગીઆે બનાવી. જેનો લાભ અંતે પડોશીઆેને મળ્યો. વિદેશમાં પણ કેટલીક રોચક ઘટનાઆે બને છે.સન -1976માં બિટિશ ખગોળશાસ્ત્રી સર પેટિ²ક મૂર દ્વારા બી.બી.સી. રેડિયોના શ્રાેતાઆેને જણાવવામાં આવ્યુંકે, બે ગ્રહોના એક લાઈનમાં સીધા નજીક આવવાને કારણે, કાલે સવારે બરાબર 9-47 મિનિટે ગુરુત્વાકર્ષણમાં ઘટાડો થવાથી લોકો હવામાં સાધારણ તરતા હોય તેવો અંºત અનુભવ થશે. આ મજાક એપ્રિલફૂલ નિમિત્તે હોવા છતાં,ઘણા શ્રાેતાઆેએ રેડિયો સ્ટેશન પર ફોન કરીને પોતાને આવો અંત અનુભવ થયો હોવા બાબત પુિષ્ટ કરી હતી. સન- 1993માં સાન ડિયેગોમાં, એફ.એમ.રેડિયોના આર.જે. ડેવ રિચાર્ડે શ્રાેતાઆેને જાણ કરીકે, ડિસ્કવરી સ્પેસ શટલ ઍર ફોર્સના રન વે પર ઊતરશે. આ સાંભળતાં હજારો લોકો, કૂતુહલતાથી રનવેના માર્ગે ભેગાં થતાં તમામ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડમાં, પહેલી એપ્રિલના રોજ રેડિયો પર ન્યૂઝ પ્રસારિત થયા કે,આજથી આખા દેશમાં સેલફોન વપરાશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે, તે સાથે તેના વિરોધમાં આખું નેટવર્ક જામ થઈ જાય તેટલા ફોન દ્વારા લોકોએ પોતાનો વિરોધ નાેંધાવ્યો. ડચ ટેલિવિઝને જાહેરાત કરી હતીકે, પિઝાનો ઢળતો મિનારો ભાેંયભેગો થઈ ગયો. આ સમાચાર સાંભળતા જ, તેની ખરાઈ ચકાસવા ઘણા લોકો છેક ટેલિવિઝન કચેરી સુધી દોડી ગયા હતા.

Comments

comments

VOTING POLL