ઉના દુષ્કર્મ કેસ: સગીરાના દોષીને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

April 16, 2018 at 6:19 pm


સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ઉના સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા દુષ્કર્મના એક કેસના આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2015માં બનેલી આ ઘટનામાં દેવી પૂજક આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી અમરેલીના ખામભાના નેસ વિસ્તારનો રહેવાસી હતો. આ કેસનો ચુકાદો આજે કોર્ટે સંભળાવી આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.

આ કેસની વિગતો અનુસાર ૩ વર્ષ પહેલાં ૧૬ વર્ષની એક બાળકીનું અપહરણ કરી ૨૪ વર્ષિય બાલા અરજણ પરમારે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના માતા-પિતાની ગેરહાજરીનો લાભ લઈ કૌંટુબિક સંબંધી યુલકે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે બાળકીના માતા-પિતાએ ઘટના બની તે રાત્રીએ જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ઉનાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. જે અંતર્ગત સરકારી વકીલએ સગીરાનો મેડીકલ રીપોર્ટ, FSL રીપોર્ટ કરાવી કોર્ટમાંં રજૂ કર્યા હતા.

Comments

comments