ભારતની અન્ડર-19 ટીમએ શ્રીલંકાને કર્યું પરાસ્ત

July 21, 2018 at 11:43 am


ભારતીય ટીમની અંડર ૧૯ની ટીમે શ્રીલંકાને એક ઈનિગ્સ અને ૨૧ રનથી પરાસ્ત કર્યું છે. શ્રીલંકાની બીજી ઈનિંગ્સ ૩૨૪ રનથી સમાપ્ત થઇ ગઇ હતી. ભારત તરફથી મોહિત જાંગરાએ બીજી ઈનિગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. અર્જુન તેંડુલકરને પણ એક વિકેટ મળી હતી. પહેલી ઈનિગ્સમાં શ્રીલંકાએ ૨૪૪ રન બનાવ્યા હતા જ્યારે તેની સામે ભારતીય ટીમે ૫૮૯ રનનો મોટો સ્કોર કર્યો હતો. ત્રીજા દિવસે શ્રીલંકાનો સ્કોર ૩ વિકેટના નુકસાનથી ૧૭૭ રન થયો હતો. ચોથી દિવસની શરૂઆત શાનદાર રહી હતી. બેટ્સમેન નુવાનિદુ ફર્નાન્ડોએ ૭૮ રન બનાવ્યા હતા. સાથી ખેલાડી સૂર્યાબંડારાએ પણ ૩૬ રન ફટકાર્યા હતા. બંને આઉટ થયા બાદ એસ મેંડિસે ઈનિગ્સ સંભાળી હતી. આ મેચ કોલંબોમાં રમાઈ હતી.

Comments

comments