video: વર્ષો પછી ઉર્મિલાએ આઇટમ સોન્ગ પર લગાવ્યા ઠુમકા, જુઓ બેવફા બ્યુટીનો ડાન્સ

March 22, 2018 at 1:28 pm


અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ઘણા સમયથી બોલિવૂડથી દૂર હતી પરંતુ હવે તેણે અલજ અંદાજ સાથે કમબેક કર્યું છે. ઘણા વર્ષ પછી ઉર્મિલા એક આઇટમ સોન્ગમાં જોવા મળશે. આ આઈટમ સોન્ગ છે ઈરફાન ખાનની ફિલ્મ બ્લેકમેલનું. આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ગીતના શબ્દો બેવફા બ્યુટી છે અને તેમાં કંઠ પાવની પાંડેએ આપ્યો છે. અમિત ત્રિવેદીએ આ ગીતમાં સંગીત આપ્યું છે. મહત્વપૂર્ણ છે કે ઉર્મિલાએ 2016માં પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ તે બોલિવૂડના એક પણ પ્રોજેક્ટ સાથે જોડાઈ ન હતી.

Bewafaa beauty is here..Enjoy 💃💃💃

A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) on

Comments

comments