આજે પ્રવીણ તોગડિયાના ભવિષ્યનો ફેંસલો: વિહિપના આંતરરાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીનો પ્રારંભ

April 14, 2018 at 10:59 am


સાઈબર સિટી ગુરુગ્રામમાં આજે વિશ્ર્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના નામે એક નવો ઈતિહાસ લખાવા જઈ રહ્યો છે. દુનિયાભરમાં હિન્દુત્વનો ઝંડો ઉઠાવનારી આ સંસ્થામાં પહેલી વખત મતદાનથી ચૂંટણી થશે. આજે સવારે 11 વાગ્યાથી ન્યુ પીડબલ્યુડી ગેસ્ટ હાઉસમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું નેતૃત્વ વિહિપ્ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયાના નજીકના કહેવાતા અને હાલના પ્રમુખ રાઘવ રેડ્ડીના સ્થાને હિમાચલ પ્રદેશના ગવર્નર અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ રહી ચૂકેલા વિષ્ણુ સદાશિવ કોકજેને આ પદ આપવા માગે છે. અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરવાને પગલે પ્રવીણ તોગડિયાથી સંઘ અને ભાજપ્નું હાઈકામન્ડ નારાજ છે. ગત વર્ષે 29 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પસંદગી માટે ભુવનેશ્ર્વરમાં પરિષદના સભ્યોની બેઠક મળી હતી પરંતુ સહમતિ થઈ શકી નહોતી ત્યારબાદ એવું નક્કી થયું હતું કે રાઘવ રેડ્ડી અને વિષ્ણુ સદાશિત્ત કોકજે વચ્ચે કાર્યકારી અધ્યક્ષની ચૂંટણી મતદાન પ્રક્રિયા દ્વારા આ ચૂંટણીમાં ભારતના 209 અને ભારત બહારના 64 પ્રતિનિધિઓ મતદાન કરશે.
વિહિપ્ના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે સહમતિ સાધવાની કોશિશ તો રહે જ છે પરંતુ જો ચૂંટણી થાય તો તેમાં ખોટું શું છે ? ચૂંટણી તો દરેક જગ્યાએ થાય જ છે. કોઈ પણ જીતે અથવા કોઈ પણ હારે તે મહત્ત્વપૂર્ણ નથી. લક્ષ્યાંક મહત્ત્વનો છે એટલા માટે બધું શાંતિ સાથે ઉકેલાઈ જાય તેવી કોશિશ છે.
સહમતિ ન સધાવા પર વિહિપમાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષને પરિષદના સભ્યો મતદાનની પ્રક્રિયાથી પસંદ કરે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની પસંદગી નિર્વિચિત અધ્યક્ષ કરે છે. છેલ્લી બે વખતથી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર ચૂંટાઈ આવતાં રાઘવ રેડ્ડી આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષપદની ખુરશી પર પ્રવીણ તોગડિયાને જ બેસાડતાં આવ્યા છે. એવું મનાય રહ્યું છે કે જો આ વખતે વિષ્ણુ સદાશિવ કોકજે જીતે તો પ્રવીણ તોગડિયા પાસેથી ખુરશી છીનવાઈ જશે.

Comments

comments

VOTING POLL