વિધાનસભામાં ઘીના ઠામમાં ઘી, અવિશ્વાસની દરખાસ્ત અને સસ્પેન્શન પરત ખેંચાયા

March 27, 2018 at 12:46 pm


વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સર્વાનુમતે પરત ખેંચવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવને આજે શૈલેષ પરમારે પરત ખેંચ્યો છે. આ સાથે નીતિન પટેલે ધારાસભ્યોના સસ્પેન્શન પરત ખેંચવાની દરખાસ્ત અધ્યક્ષ સમક્ષ રજૂ કરી છે.

ધારાસભ્યોના સસ્પેન્શન મામલે રજૂ કરવામાં આવેલી દરખાસ્ત અનુસાર ધારાસભ્યોના સસ્પેન્શન ત્રણ વર્ષ સુધી નહીં પરંતુ સત્રની સમાપ્તિ સુધી રહે તે માટે દરખાસ્ત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે અમરિષ ડેર, બલવંત ઠાકોર, પ્રતાપ દૂધાતને ત્રણ અને ૧ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Comments

comments

VOTING POLL