વોડાફોન અને આઈડિયા 5,000થી વધુ કર્મચારીની છટણી કરે તેવી શકયતા

April 16, 2018 at 11:02 am


વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સંયુકત રીતે તેમના 21,000થી વધુ કર્મચારીઓમાંથી લગભગ ચોથા ભાગનાને બે-ત્રણ મહિનામાં છૂટા કરશે. બંને કપંનીઓના મર્જર બાદ વબધુ કાર્યક્ષમ કંપ્ની રચવા માટે વધારાના લોકોને દૂર કરવાની યોજના છે.
બંને કંપ્ની આવકના દબાણ વચ્ચે ભારે ખોટ કરી રહી છે તથાં બંનેનું સંયુકત ઋણ 1,20,000 કરોડનુંછે. મર્જરને હેન્ડલ કરી રહેલી નોડલ ટીમે આગામી કેટલાક મહિનાઓમાં ઓછામાં ઓછા 5,000 કર્મચારીઓ ઓછા કરવાની સૂચના આપી છે.
ઘટનાક્રમથી માહિતગાર એક વરિષ્ઠ એકિઝકયુટીવે જણાવ્યું હતું કે, છટણીની પ્રકિયા ઝડપથી થઈ શકે કેમ કે ઋણનું ભારે દબાણ ધરાવતા ઉદ્યોગમાં માર્જિનના પ્રેશર વચ્ચ બંને કંપ્નીઓ કોઈ નવી કામગીરી શ કરવા નથી માંગતી જેમાં વધારે કર્મચારીઓની જર પડે.
મર્જરને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ સિવાય તમામ મંજૂરીઓ મળી ગઈ છે. તે મે મહિનામાં ગમે ત્યારે સોદો પાર પાડે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સુત્રોએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના અપ્રેઝલની સીઝન દરમિયાન જે લોકો દેખાવની લધુતમ જરિયાતને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશે તેમને છૂટા કરવામાં આવશે. જે લોકોની પ્રોફાઈલ બંને કંપ્નીઓમાં ડુપ્લિકેટ થતી હોય જેમ કે સપ્લાય ચેઈન અને પ્રોકયોરમેન્ટ જેવા ડિવિઝનમાં પણ તલવાર લકટે છે. ટેલિકોમ કંપ્ની રચવા ઈચ્છે છે. ખર્ચ વગર સક્ષમ મજર્ડ કંપ્ની રચવા ઈચ્છે છે. ઘટનાક્રમ અંગે માહિતગાર એવા એક ઉદ્યોગ તજજ્ઞે જણાવ્યું હતું કે આંકડો 5,000ને વટાવી શકે કે મોટી સંખ્યામાં ડુપ્લિકેશન હશે.

Comments

comments

VOTING POLL