24 કલાકમાં દરિયામાં ઠલવાય છે અધધ ટન કચરો….

August 8, 2018 at 6:51 pm


દુનિયાભરમાં પ્રદૂષણનું પ્રમાણ ભયંકર રીતે વધી રહ્યું છે. તેમાં દુનિયાના મહાસાગરોનો પણ સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ઈનિશિયેટિવએ કરેલા એક સંશોધનમાં દરિયામાં વધતાં પ્રદૂષણના ચિંતાજનક આંકડા જાણવા મળ્યા છે. આ સંશોધન અનુસાર માત્ર 24 કલાકમાં સમુદ્ર અને નદીઓમાંથી 9 કરોડ 20 લાખ કિલો કચરો એકઠો કરવામાં આવ્યો છે. આ કચરામાંથી જેટલા દોરડા અને દોરાં મળ્યા છે તેનો ઉપયોગ કરી અને 28 કિલોમીટર લાંબો ટુવાલ બનાવી શકાય છે. આ ઉપરાંત 17 લાખ ફૂડ રેપર, 15 લાખ પ્લાસ્ટિકની બોટલ, 15 લાખ પ્લાસ્ટિકની બેગ, 10 લાખ 90 હજાર પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા પણ મળ્યા છે.

Comments

comments

VOTING POLL