મેચ દરમિયાન થતાં પાણીના બગાડ સામે NGTએ વ્યક્ત કર્યો વિરોધ

March 15, 2018 at 11:11 am


Spread the love

આઈપીએલમાં મેચ દરમિયાન રોજ લાખો લીટર પાણી પીચ પર છાંટવામાં આવે છે. આ રીતે થતાં પાણીના વેડફાટ સામે એનજીટીએ લાલ આંખ કરી છે. આ મામલે એનજીટીએ કેન્દ્ર, બીસીસીઆઈ અને અન્ય પાસેથી જવાબ માંગ્યા છે.

જસ્ટીસ જાવેદ રહીમની અધ્યક્ષતાવાળી સમિતિએ જલ સંશાધન મંત્રાલય, ભારતીય ક્રિકેટ બોર્ડને અને જ્યાં મેચ થવાના છે તે નવ રાજ્યોને નોટિસ આપી છે. આ તમામને બે સપ્તાહમાં જવાબ આપવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે 28 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. આઈપીએલ દરમિયાન થતાં પાણીના બગાડ મામલે અલવરના હૈદર અલીએ કાર્યવાહીની માંગ કરી અરજી દાખલ કરી હતી.