Whatsappના અઢળક મેસેજથી કંટાળી ગયા છો ? તો જલ્દીથી એ સમસ્યામાંથી મળવાનો છે છૂટકારો….

November 30, 2019 at 9:44 am


Spread the love

Whatsappના મેસેજના ઢગલાથી લોકો કંટાળી જતા હોય છે. ત્યારે હવે લોકોને આ સમસ્યામાંથી જલ્દીથી રાહત મળવા જઈ રહી છે. હવે Whatsappમાં આપમેળે મેસેજ ગાયબ થઇ જશે. આ પ્રકારના ફિચર્સ ફેસબુક મેસેન્જરમાં પહેલાથી જ છે. જો કે તેના માટે મેસેન્જરનું સિક્રેટ ફિચર યુઝ કરવું પડે છે. હવે આવું જ ફિચર વૉટ્સએપમાં પણ લાવવામાં આવી રહ્યું છે. આ વર્ઝનમાં Delete Messageના નામે આ ફિચર જોઇ શકાય છે. આ સાથે હવેWhatsappમાં ડાર્ક મોડનું પણ ફીચર આવવાનું છે. બીટા વર્ઝન 2.19.348માં આ ફિચર્સ જોવા મળે છે. જો લેટેસ્ટ બીટા વર્ઝનની એપીકે ફાઇલ મળી જશે જેને ડાઉનલોડ કરીને યુઝ કરી શકાય છે. રિપોર્ટ અનુસાર આ ફિચર અંતર્ગત એક મેસેજ નહી પરંતુ આખી કન્વર્ઝેશન ડિલિટ થઇ જશે અને તેના માટે તમે ટાઇમર સેટ કરી શકો છો.