Whatsappમાં આવી ગયું છે નવું ફીચર, તમારી મરજી મુજબ ગ્રુપમાં થઇ શકશો એડ….

November 8, 2019 at 10:44 am


Whatsapp પોતાના યુઝર્સ માટે એક ખાસ ફીચર લઈને આવી ગયું છે. આમ તો આ ફીચર ઘણા દિવસથી લોન્ચ થઇ ગયું છે પણ બહુ ઓછા લોકો આ ફીચર વિશે જાણે છે. આ ફીચરની ખાસિયત એ છે કે, હવે તમારી મરજી મુજબ તમે વૉટ્સએપના કોઈ પણ ગ્રુપમાં એડ થઇ શકશો. એટલે કે હવે તમે નક્કી કરી શકશો કે તમારે વૉટ્સએપ ગ્રુપમાં એડ થવું છે કે નહીં ? આ એક પ્રકારનું પ્રાઇવસી ફીચર પણ કહી શકાય. આ ફીચરથી યુઝર્સ પોતાની પ્રાઇવસી વધુ રાખી શકશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી યુઝર્સને ત્રણ ઓપ્શન એટલે કે ‘everyone’, ‘my contacts’ અને ‘no body’ આપવામાં આવતા હતા. પરંતુ હવે નવા અપડેટ સાથે વૉટ્સએપ પર who can add me to a group માટે ‘my contacts except’નું નવુ ઓપ્શન ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે. આ ઓપ્શન ‘no body’ના સ્થાને આવ્યું છે.આ ઓપ્શનની ખાસ વાત એ છે કે તેની મદદથી હવે તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં તે લોકોને સિલેક્ટ કરી શકશો જેના દ્વારા તમે ક્યારેય કોઇ વૉટ્સએપ ગ્રુપમાં એડ નથી થવા માગતા. આ ફીચર ઑન કરવા માટે તમારે વૉટ્સએપ સેટિંગ્સમાં જવાનું રહેશે અને ત્યાંથી તમે પ્રાઇવસી સેટિંગમાં ફેરફાર કરી શકશો.

Comments

comments