WhatsApp યુઝર્સ થઇ જાવ સાવધાન ! આ રીતે થઇ શકે છે તમારું એકાઉન્ટ હેક…

October 8, 2019 at 10:35 am


તમને જણાવી દઈએ કે જો અત્યાર સુધી તમે તમારું વોટ્સએપ એપડેટ નથી કર્યું તો એ તમારા માટે જોખમી બની શકે છે. સિક્યુરિટી રિસર્ચરને એક બગની જાણકારી ન મેળવી જે તમારા ફોનમાં હાજર રહેલા ફોટોઝ, મેસેજ અને વીડિયોઝને ચોરે છે. તમારે એક ઈનફેક્ટેડ GIF File મોકલવામાં આવે છે જેના માધ્યમથી હેકર્સ તમારો ડેટા એક્સેસ કરી શકે છે. આ ખતરો ડબલ ફ્રી બગના કારણે છે. રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે આ બગ વોટ્સએપની ગેલેરીમાં છુપાયેલું હોય છે. અને તેની મદદથી જ હેકર યુઝરના ફોનમાં હાજર રહેલા ફોટા, વીડિયો અને GIFને પ્રીવ્યૂ કરે છે. રિસર્ચર્સએ જણાવ્યું કે બગ વોટ્સએપના વર્ઝન 2.19.230 બરાબર રીતે કામ કરી રહ્યું છે, પરંતુ વોટ્સએપ વર્ઝન 2.19.244 અપડેટની સાથે કંપનીએ તેને ફિક્સ કરી નાખ્યું. એટલું જ નહીં, આ બગ એન્ડ્રોયડ 8.1 અને એન્ડ્રોયડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ માટે મોટો ખતરો ઊભો થયો હતો.

Comments

comments