જ્યારે પતિ-પત્ની જ પ્રતિસ્પર્ધી બને તો…!

March 31, 2018 at 5:21 pm


બાૅલીવૂડ અભિનેત્રી રાની મુખજીર્એ મોટા પડદા પર દમદાર કમબેક કર્યું છે. તેની ફિલ્મ ‘હિચકી’ દર્શકોને પસંદ પડી રહી છે અને ફિલ્મ સારી એવી કમાણી કરી રહી છે. દરમિયાન રાની મુખજીર્એ જણાવ્યું છે કે ઘરમાં હવે તેની અને તેના પતિ આદિત્ય વચ્ચે જંગ શરૂ થઇ છે. આ જંગ ફિલ્મ કે એિક્ટંગ માટે નહી, પરંતુ દીકરી અદિરાને લઇને છે. રાની અને આદિ બંને ઇચ્છે છે કે તેઆે દીકરી અદિરાના બેસ્ટ ફ્રેન્ડ બને. રાની મુખજીર્નું કહેવું છે કે ‘એક મા માટે તેનું બાળક જ સર્વસ્વ હોય છે. અત્યારે મારો એજન્ડા જ એ છે કે અદિરાને પ્રેમથી મોટી કરું. હું અદિરાને મિત્રની જેમ ઉછેરું. હું તેની બેસ્ટ ફ્રેન્ડ બનવા માટે સ્પર્ધા પણ કરી રહી છું. બેસ્ટ ફ્રેન્ડ બનવા માટે મારા અને આદિત્યની વચ્ચે પ્રતિસ્પર્ધા શરૂ થઇ ગઇ છે. આદિત્ય હંમેશાં કહે છે કે અદિરા મારી દીકરી છે, જ્યારે હું તેને મારી દીકરી કહું છું. આમ અમારા ઘરે અદિરાને લઇને જંગ શરૂ થઇ ગઇ છે. રાની એક ઍકટરની જેમ તેની કારકિર્દી આગળ ધપાવવા માગે છે. રાની ઇચ્છે છે કે ‘હિચકી’ જેવી ઘણી ફિલ્મ દર્શકો માટે લઇને આવે. એક સફળ માતા સાથે તે એક સકસેસફંલ ઍકટર પણ બનવા માગે છે

.

Comments

comments

VOTING POLL