એસી ન હોય તો આ રીતે રૂમને કરો ઠંડો….

April 28, 2018 at 12:51 pm


ઉનાળો ચરમસીમા પર પહોંચ્યો છે. ત્યારે મોટાભાગે લોકો એસીની ઠંડકમાં રેવાનું પસંદ કરે છે. પરંતુ તમામ લોકો એસી રાખી શકે તેના સદ્ધર હોતા નથી. જો કે એસી રાખી ન શકે તે લોકોને પણ ગરમી તો લાગતી જ હોય છે. તેમાં પણ બપોરના 12થી સાંજના 4 સુધીના સમયમાં જાણે ઘર અગનભઠ્ઠી બની જાય છે. આવા સમયે જેના ઘરમાં એસી ન હોય તેના હાલબેહાલ થઈ જતાં હોય છે. પરંતુ આ સ્થિતીનો સામનો કરવાનો એક ઉપાય છે. આ ઉપાય તેવા લોકો અજમાવી શકે છે જેમના ઘરમાં એસી નથી.

બપોરના સમયે જ્યારે ગરમી વધી જાય ત્યારે એક મોટા બાઉલ કે બાલ્ટીમાં બરફ કાઢી તેને પંખા નીચે રાખી દેવું. આ સાથે જ ઘરની બારીઓ પર ખસનું ઘાસ લગાવી દેવું અને તેને ભીનું કરતાં રહેવું. આમ કરવાથી રૂમનું તાપમાન ઠંડુ થવા લાગશે. બપોરના સમયે ઘરના બારી-દરવાજા બંધ જ રાખવા અને સાંજે 7થી 10 કલાક સુધી તેને ખુલ્લા કરી દેવા. જેથી વાતાવરણની ઠંડકથી રૂમ ઠંડો થવા લાગે.

Comments

comments

VOTING POLL