શાઓમી કંપનીના આ કેમેરાથી વધારો ઘરની સુરક્ષા

August 6, 2018 at 7:27 pm


વેકેશન દરમિયાન બહાર ફરવા જવાનું થાય કે કોઈ પ્રસંગના કારણે ઘરમાં મોટી સંખ્યામાં મહેમાન આવે ત્યારે ઘરની સુરક્ષા જોખમાઈ જાય છે. આવામાં ઘરના મુખ્ય વ્યક્તિને ઘરની કિમતી વસ્તુઓની વધારે ચિંતા રહે છે. આમ તો હવે ઘરની બહાર સીસીટીવી રાખવાનું ચલણ વધ્યું છે પરંતુ ઘરની અંદર દરેક જગ્યાએ કેમેરા ગોઠવવા પરવળે તેમ નથી હોતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખી સંશોધકોએ ખાસ કેમેરાનો આવિશ્કાર કર્યો છે જે ખિસ્સાને પરવળે તેમ છે અને તેને કોઈપણ જગ્યાએ ગોઠવી પણ શકાય છે.

મોબાઈલ બનાવતી કંપનીએ શાઓમીએ આ કેમેરો બનાવ્યો છે. આ કેમેરો એકદમ નાનકડો છે જેને તમે ટેબલ પર પણ રાખી શકો છો. આ કેમેરો રાતે પણ શૂટિંગ કરી શકે છે. એપ્લીકશનની મદદથી આ કેમેરો તમારા સ્માર્ટફોન સાથે કનેકટ થશે અને તમે ઘરમાં થતી હિલચાલ પર નજર રાખી શકશો. આ કેમેરો માત્ર 1600 રૂપિયાના ખર્ચે મળે અને તેને ઘરના કોઈપણ રૂમમાં ચાલુ કરી રાખી શકો છો અને તમે ચિંતામુક્ત થઈ ફરવા પણ જઈ શકો છો.

Comments

comments

VOTING POLL