youtubeના કારણે કરોડોની કમાણી કરી 8 વર્ષના બાળકે…

August 17, 2018 at 8:15 pm


you tube પર ખૂબ પ્રખ્યાત થયેલી ચેનલ રાયન ટોય રિવ્યુના સબસ્ક્રાઈબરની સંખ્યા 1 કરોડથી વધારે છે. આ ચેનલને છેલ્લા એક વર્ષમાં એટલી લોકપ્રિયતા મળી છે કે તેના કારણે એક સાત વર્ષનો બાળક કરોડોની કમાણી કરતો થઈ ગયો છે. જી હાં આ ચેનલના માધ્યમથી રાયન નામના બાળકે ગત વર્ષે 75 કરોડની કમાણી કરી છે. એટલું જ નહી તેણે વોલમાર્ટ સાથે ડીલ પણ કરી છે. આ ડીલના કારણે રાયન પોતાની બ્રાન્ડના રમકડાં વોલમાર્ટના સ્ટોર્સમાં વેચાણ અર્થે મુકશે. રાયનની યૂ-ટéૂબ ચેનલ એટલી કમાણી કરે છે કે તેનું નામ યૂ-ટéૂબથી કમાણી કરતાં લોકોની યાદીમાં આઠમા ક્રમે આવે છે. જો કે રાયન વિશે અન્ય જાણકારી શેર કરવામાં આવી નથી. રાયનએ વર્ષ 2015માં પહેલી વખત યૂ-ટéૂબ વિડીયો શેર કર્યો હતો જેને અબજો વ્યુ મળતાં તેણે આ કામ કરવાનું શરુ રાખ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાયનની યૂ-ટéૂબ પર છ ચેનલો રિવ્યૂ માટે ચાલી રહી છે.

Comments

comments

VOTING POLL