હિરોઈન ઝીન્નત અમાને રેપની ફરિયાદ કરતા મુંબઈના બિઝનેસમેનની ધરપકડ

March 23, 2018 at 6:14 pm


બોલિવુડની જાણીતિ અભિનેત્રી ઝિન્નત અમાને ગુરુવારે સાંજે મુંબઈના જુહં પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન અમન ખન્ના વિરુદ્ધ રેપનો આરોપ દાખલ કર્યો છે. જુહુ પોલીસ સ્ટેશને આ મામલાને મુંબઈ ક્રાઈમ બ્રાંચને સાેંપી દીધો છે. ફરિયાદના આધારે આરોપી બિઝનેસમેન અમન ખન્નાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી દીધી છે. જૂહુ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ અભિનેત્રીએ આ બિઝનેસમેન વિરુદ્ધ આ પહેલાં પણ ધમકી આપવાનો તેમજ પીછો કરવાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસમાં દાખલ ફરિયાદ મુજબ જાણીતી એક્ટ્રેસ ઝિન્નત અમાને, 38 વર્ષના બિઝનેસમેન સરફરાઝ ઉર્ફે અમન ખન્ના વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે તે ઝિન્નત અમાનનો ઘણાં સમયથી પીછો કરતો હતો. તેમજ આરોપી ઝિન્નતને અશ્લીલ મેસેજ પણ મોકલતો હતો. અમન ખન્ના સામે ઘરમાં ઘૂસણખોરી કરવાનો, ગેરવર્તણૂંક કરવાનો તેમજ બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ સાથે મારપીટ કરવાનો આરોપ પણ દાખલ કરાયો છે. અભિનેત્રીએ બિઝનેસમેન વિરુદ્ધ આ પહેલાં પણ લગાવ્યો હતો આરોપ. જાણીતી અભિનેત્રીએ 2 મહિના પહેલાં પણ 30 જાન્યુઆરીએ બિઝનેસમેન વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે બિઝનેસમેન વિરુદ્ધ પીછો કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે પણ મુંબઈ પોલીસે આ બિઝનેસમેન વિરુદ્ધ આરોપો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. તે સમયે આરોપી બિઝનેસમેન અમન ખન્ના વિરુદ્ધ પીછો કરવાનો તેમજ મહિલાને જાહેરમાં ધમકાવવાનો કેસ દાખલ કરાયો હતો.

અમન ખન્ના અનેક પ્રકારનો વ્યવસાય કરે છે. તે ફિલ્મમેકિંગ અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ સqક્રય છે. મળતી માહિતી મુજબ સરફરાઝ માનસિક રુપથી પણ પરેશાન છે. સરફરાઝ ઉર્ફે અમન ખન્ના વિરુÙ મુંબઈના બાંગુર નગરમાં પણ અનેક ગુનાકિય કેસ છે.

Comments

comments