સલામતીના કારણોસર નકલી આઈડી ઉપર મુસાફરી કરી રહ્યા હતાં જયંતી ભાનુશાળી

January 10, 2019 at 11:52 am


અબડાસાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસના એસી ફસ્ર્ટ ક્લાસ કોચમાં કરાયેલી હત્યામાં નવો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ ભાનુશાળી પાસેથી ફેક આઈડી કાર્ડ મળી આવ્યું છે. તેમની પાસે રહેલા આઈડી કાર્ડમાં ફોટો તેમનો હતો પરંતુ નામ અને એડ્રેસ અન્ય વ્યિક્તના છે.

ઈન્વેસ્ટિગેશન ટીમમાં રહેલા પોલીસે જણાવ્યું કે, અમે આઈડી કાર્ડની તપાસ કરી રહ્યા છીએ. અહી ખાસ વાત એ છે કે ભાનુશાળી જે 1 કોચના કોપેમાં ટ્રાવેલ કરી રહ્યા હતા, તેમાંથી પોલીસને મનીષ નંદા નામના વ્યિક્તનું ભાયંદર મુંબઈના એડ્રેસનું આધાર કાર્ડ મળી આવ્યું છે. પોલીસે જણાવ્યુ કે, તેમને શંકા છે હત્યારાઆે ભાનુશાળીએ ભૂજના પ્રાેગ્રામમાં હાજરી આપી ત્યાંથી તેમનો પીછો કરી રહ્યા હતા.

તપાસ અધિકારીએ કહ્યું કે, શૂટર્સ રેલવે સ્ટેશન આવ્યા અને તે જ ટ્રેનના અન્ય કોચમાં બેઠા, જ્યાં થઈને તેઆે ફસ્ર્ટ કોચમાં ઘૂસ્યા અને ટ્રેને ચાલવાનું શરુ ન કર્યું ત્યાં સુધી ટોઈલેટમાં છુપાઈ રહ્યા. પોલીસ અધિકારીએ કહ્યું કે, શૂટર્સે ત્યારબાદ દરવાજો ખખડાવ્યો અને ભાનુશાળીએ અન્ય કોઈ યાત્રી હોવાનું માનીને દરવાજો ખોલ્યો. બાદમાં તેમણે ફાયરિ»ગ કર્યું.

પોલીસે કહ્યું, બે શંકાસ્પદ શૂટર્સે પાંચ વખત ફાયરિ»ગ કર્યું. તેમાંથી એક શોટ મિસ થયો, બે રાઉન્ડ મિસફાયર થયા અને બે ભાનુશાળીને વાગ્યા, એક છાતીમાં અને બીજો ડાબી આંખ પર, જેના કારણે તેઆે સ્થળ પર જ મૃત્યુ પામ્યા. કોચના અન્ય મુસાફરો અને ટીટીએ હવે જણાવ્યું કે તેમણે ગોળી ફાયર કરવાનો અવાજ સાંભળ્યો હતો અને ચેઈન પુલિંગ બાગ દરવાજા તરફ કોઈના દોડવાનો અવાજ સાંભળ્યો હતો. કેટલાક મુસાફરોએ હત્યારાઆેને જોયા હોવાનો દાવો કર્યો છે. અમે તેમના વર્ણનના આધારે સ્કેચ તૈયાર કરી રહ્યા છીએ જેથી તેને પકડવામાં મદદ થશે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *