નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના લીધે ૨૧નાં મોત, નારાયણી નદીમાં પૂર
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના લીધે ૨૧નાં મોત, નારાયણી નદીમાં પૂર
September 28, 2026 02:53 PM
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી પૂર, ભૂસ્ખલન અને વીજળી પડવાની દુર્ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત નીપયાં છે. સતત વરસી રહેલા વરસાદને કારણે દેશના અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક મકાનો ધરાશાયી થયા છે અને મુખ્ય માર્ગેા પર ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત થયો છે, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ પાસેથી પ્રા વિગતો અનુસાર, શનિવારે રાત્રે પાલ્પા જિલ્લાના માથાગઢી વિસ્તારમાં એક મોટું ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં માટીનો કાટમાળ ઘર પર પડી જવાથી પાંચ લોકોના મોત નીપયાં હતા. છેલ્લા ચાર દિવસમાં દેશભરમાં પૂર, ભૂસ્ખલન અને વીજળી પડવાના વિવિધ બનાવોમાં કુલ ૧૬ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે, જેનાથી તાજેતરના અઠવાડિયામાં કુલ મૃત્યુઆકં વધીને ૨૧ પર પહોંચ્યો છે. જો કે, પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ બચાવ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવીને પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત ૧,૨૮૪ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.