BREAKING NEWS

રાજકોટમાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી: પત્તા રમતા 36 ખેલીઓ ઝડપાયા

  • August 24, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રાવણ માસમાં ભક્તિની સાથે જુગારની મોસમપણ પુરબહાર ખીલી છે, શહેરમાં જુદા જુદા પાંચ સ્થળે જુગારના દરોડામાં 36 ખેલીઓને રોકડ 1.28 લાખથી વધુની રોકડ સાથે ઝડપી લઇ ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, પ્ર. નગર, આજીડેમ અને થોરાળા પોલીસે કાર્યવાહી કરી છે.


ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એ.એન.પરમાર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ અર્જુન ડવ, મોહિલરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા અને ગોપાલભાઇ પાટીલને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, નવાગામ શેરી નં.૧ ખાતે રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતો જીગ્નેશ હેરમા પોતાના રહેણાંક મકાનમાં આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો છે, જે બાતમીના આધારે ટીમે દરોડો પાડી જુગાર રમતાં મકાન માલિક જીગ્નેશ વેલજીભાઈ હેરમા, અમિત શાંતિભાઈ કાપડીયા (રહે. કડવા ભનુ રોડ- ૩ નો ખુણો, રણછોડનગર), અપીલ મુકેશભાઈ સોલંકી (રહે.નગાગામ ૪૦ નો રોડ, શક્તિ સોસાયટી,), મેહુલ નાગજીભાઈ ડાભી (રહે.નવાગામ શેરી નં.૧, ઇન્ડીયન ઓવરસિઝ બેંકની સામે), મિલન તુલશીભાઈ ચૌહાણ (રહે.કનકનગર, પ્રજાપતિની વાડીની સામે, સંત કબીર રોડ), ગીરીશ હેમંતભાઈ ટાંક (રહે.નવાગામ શેરી નં.૬) અને પાર્થ અશ્વીનભાઈ ટાંક (રહે.રામેશ્વર સોસાયટી શેરી નં.૧/૭, વિરાટનગર મેઈન રોડ) ને પકડી પાડી તમામ પાસે રહેલી રોકડ રૂ.૩૨,૮૦૦ ની કબ્જે કરી કાર્યવાહી કરી હતી.


બીજા દરોડામાં પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ આર.કે.જાડેજા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે

હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે, નાના મવા રોડ પર ન્યુ ગાંધી સોસાયટી એસ.કે.પી. સ્કુલની બાજુમાં આવેલ અક્ષર વાટીકા અક્ષર વીલામાં રહેતાં લીલાઘર બુટાણી પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે આધારે ટીમે દરોડો પાડી પત્તાં ટીંચતા મકાન માલીક

લીલાઘર કરશનભાઈ બુટાણી , આકાશ આયુશભાઈ કાલરીયા (રહે. રાજ પેલેસ એપાર્ટમેન્ટ, સાધુ વાસવાણી મેઇન રોડ), ચીરાગ વીરજીભાઈ બેરા (રહે. એવન્યુ એપાર્ટમેન્ટ, ૮૦ ફુટ રોડ જીવરાજ પાર્ક), અશ્વિન પોપટભાઈ ભાલોડી (રહે. સત્યજીત સોપાન એપાર્ટમેન્ટ અંબીકા ટાઉનશીપ), વિપુલ ભીખુભાઈ કાલરીયા (રહે. અક્ષર વીલા એપાર્ટમેન્ટ, ન્યુ ગાંધી સોસાયટી), અંકુર ડાયાલાલ દેસાઈ (રહે, ડીપવન પ્લાઝા, હરીદ્રાર હાઇટસની સામે નાના મોવા રોડ) અને નિર્સંગ અનીલભાઈ બેરા (રહે ઓસીસ એપાર્ટમેન્ટ મોટા મોવા પરસાણા પેલેસની પાછળ)ને પકડી પાડી રોકડ રૂ.૫૨,૫૦૦ ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.


ત્રીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઈ શક્તિસિંહ સોઢાની રાહબરીમાં પી.એસ.આઇ ટી.ડી. જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.કોન્સ નિલેશભાઈ જમોડ સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે, ભાવનગર રોડ પર ક્રિષ્ના હોલ સામે મફતીયાપરામા જાહેરમાં કેટલાક શખસો ગોળ કુંડાળું વળી તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા જયદીપ મનસુખભાઈ ફતેપરા, વીર મનોજભાઈ સોલંકી, ગોપાલ નરશીભાઈ બાંભણીયા, મેહુલ ઉર્ફે પાવલી શામજીભાઈ ચૌહાણ, મનસુખ બાબુભાઇ ફતેપરા, રોહિત વિજયભાઈ સોલંકી, મનીષ જગદીશભાઈ સોલંકી અને અફઝલ મુનાભાઈ રાધાણી (તમામ રહે-ભાવનગર રોડ)ને ઝડપી લઇ રોકડ 15,500ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.


ચોથા દરોડામાં પ્રદ્યુમન નગર પોલીસ સ્ટાફને ચોક્કસ હકીકત મળી હતી કે, રેલનગરમાં ક્રિષ્ના બંગ્લોઝ શેરી નં-3માં રહેતા અતુલ રસિકભાઈ વાજાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે, જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડી મકાન માલીક અતુલ રસિકભાઈ વાજાર, રાજેશ નવીનચંદ્ર વાજાર (રહે-પરાસર પાર્ક ખૂણે, જામનગર રોડ), ધર્મેશ બિપીનભાઈ વાજાર, ભાવિક બિપીનભાઈ વાજાર (બંને રહે--ગુજરાત હા બોર્ડ ક્વાર્ટર, યુનિવર્સીટી રોડ), હિતેશ મહેન્દ્રભાઈ ગોસ્વામી (રહે-પરાપીપળીયા, એકતા સોસાયટી), બંશી કેશુભાઈ ઘેટીયા (રહે-મધુવન પાર્ક, સાધુવાસવાણી રોડ), પ્રશાંત શૈલેશભાઈ ઝાલા (રહે-આસ્થા ચોક, રેસકોર્ષ બંગલો, ન્યુ 150 ફૂટ રિંગ રોડ)ને ઝડપી લઇ રોકડ 13,500ની મત્તા કબજે કરી ગુનો નોંધ્યો હતો.

પ્રદ્યુમનનગર પોલીસે વધુ એક દરોડો પરસાણાનગર શેરી નંબર 4 માં રહેતા કિશોર મગનભાઈ ઉધરેજાના મકાનમાં પાડ્યો હતો ત્યાં જુગાર રમતા કિશોર મગનભાઈ ઉધરેજા, રોહિત કિરીટભાઈ સોઢા, કાર્તિક ધનજીભાઈ મકવાણા, જેન્તી હીરાભાઈ વાઘેલા, રાણા દિનેશભાઈ જેઠવા, વનરાજ અમરાભાઈ વાળા અને તુષાર હસમુખભાઈ ઝાલાને પકડી પાડી રૂ.14,150 ની રોકડ કબજે કરી ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application