જામનગરમાં ફેસબુકની લીન્ક કિલક કરતા ખાતામાંથી ૯૫ હજાર ઉપડી ગયા
જામનગરમાં ફેસબુકની લીન્ક કિલક કરતા ખાતામાંથી ૯૫ હજાર ઉપડી ગયા
September 28, 2026 02:17 PM
જામનગરમાં ફેસબુકની લીન્ક કિલક કરતા ખાતામાંથી ૯૫ હજાર ઉપડી ગયા
આઇપીટીવી એપીએક ફાઇલ ડાઉનલોડ થયા બાદ ઓનલાઇન ચિટીંગ
દિવસે દિવસે સાયબર ફ્રોડના બનાવોનું પ્રમાણ વધી રહયુ છે, તાજેતરની ફરીયાદો બાદ વધુ એક મામલો પોલીસમાં પહોચ્યો છે જેમાં એક યુવાનને ફેસબુક પર ફાઇલની લીન્ક મોકલી હતી કિલક કર્યા બાદ ખાતામાંથી ૯૫ હજાર ઉપાડી છેતરપીંડી આચરવામાં આવી હતી.
જામનગરના ખોડીયાર કોલોની ચોકીની બાજુમાં રહેતા ખાનગીમાં નોકરી કરતા હિતેશ કલ્યાણજીભાઇ નાખવા (ઉ.વ.૪૮) નામના યુવાને મોબાઇલ નંબરના આધારે તપાસમાં જે નામ ખુલે તેની સામે સીટી-સી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે. અને આ નંબરના આધારે પીઆઇ રાઠોડ અને સ્ટાફ તપાસ ચલાવી રહયા છે.
ફરીયાદીને આરોપીએ ફેશબુક એપ પર આઇપીટીવી એપીએક ફાઇલવાળી લીન્ક મોકલી હતી જે લીન્ક પર ફરીયાદીએ કિલક કરતા ફાઇલ ડાઉનલોડ થતા ગડબડ શરૂ થઇ હતી દરમ્યાન ફરીયાદીના બેન્ક એકાઉન્ટમાથી કુલ રૂ. ૯૫ હજાર ગેરકાયદે રીતે ગુગલ-પે દ્વારા આરોપીએ ટ્રાન્સફર કરી ઓનલાઇન છેતરપીંડી આચરી હતી.