રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર દ્રારીકા વિલેજમાં રહેતા યુવાનની બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી બે કારને રાત્રીના કોઇએ આગ ચાપી દીધી હતી. સીસીટીવી કેમેરા ચેક કરતા વીંગમાં રહેતા હાર્દિકભાઇ મહેશકુમાર પોપટે જ આગ લગાવી હોવાનું માલુમ પડયું હતું. આ શખસ વિરૂધ્ધ અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી આ કૃત્ય આચર્યું હતું. જે અંગે યુવાને પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વિશાલભાઇ ચંદુભાઇ હીરાણી (ઉ.વ.૩૮ રહે. એ-૪૦૩ દ્વારીકા વિલેજ, સાધુ વાસવાણી કુંજ રોજ, રાજકોટ) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ અજીત ઇન્ડસ્ટ્રીજ પ્રા.લી.નામની હાર્ડવેર કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવાન પાસે બે ફોર વ્હીલ છે જેમા હ્યુંડાઇ કંપની ઓરા જેના નં.જીજે-03-એનએફ-6307 યુવાનના નામે છે તથા બીજી હ્યુડાઇ કંપનીની ઓરા નં.જીજે-03-એલએમ-7150 વાળી છે યુવાનના ભાણેજ કીશનભાઇ કલ્પેશભાઇ ગોહેલના નામે છે.
ગત તા.૨૪/૦૯/૨૦૨૬ ના રાત્રીના સાડા દસેક વાગ્યે યુવાન મારી પોતાની ઉપરોકત બંને કાર બિલ્ડીંગના પાર્કિંગમા પાર્ક કરી હતી બાદ તા.૨૫/૦૯/૨૦૨૬ ના રાત્રીના અઢી વાગ્યાની આસપાસ યુવાન ઘરે સુતો હતો ત્યારે અચનક ઘરનો બેલ વાગ્યો હતો જેથી યુવાને બહાર આવી જોતા ભગીરથભાઇ જયંતીભાઇ વસાણી હોય જેને કહ્યું હતું કે, તમે નીચે પાર્ક કરેલી તમારી બંને ફોરવ્હીલમા આગ લાગી છે. જેથી હું તુરંત જ નીચે આવેલ અને જોયુ તો મારી બંને કારમાં આગ લાગી હતી બાદ થોડીવારમા સોસાયટીના બધા લોકો નીચે આવી ગયા અને આગ ઓલવવા લાગ્યા બાદ થોડીવારમા પોલીસ તથા ફાઇર બ્રિગ્રેડ પણ આવી ગયા હતા અને આગ ઓલવી નાખી હતી.
આગ કોને લગાવી છે તે જાણવા માટે સોસાયટીના પાર્કિંગમા લાગેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા. જેમા યુવાનની વિંગમા રહેતા હાર્દિકભાઇ મહેશકુમાર પોપટે યુવાનની બંને કાર પર કોઇ પ્રવાહી છાંટી દિવાસળી મુકી આગ લગાવી હોવાનો માલુમ પડયુ હતું. બનાવના કારણ અંગે યુવાને કહ્યું હતું કે, , હાર્દિકભાઇ મહેશકુમાર પોપટ વિરૂધ્ધ બે મહીના પહેલા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો હોય જે બાબતનો ખાર રાખી બંને ફોરવ્હિલમાં આગ લગાડી નુકશાન પહોંચાડતા આ ફરિયાદ નોંધાવી હતી