મ્યાનમારના રખાઈનમાં મુખ્ય બજારમાં હવાઈ હુમલો, ૪૯ના મોત, ૫૬ ઘાયલ
મ્યાનમારના રખાઈનમાં મુખ્ય બજારમાં હવાઈ હુમલો, ૪૯ના મોત, ૫૬ ઘાયલ
September 29, 2026 12:13 PM
મ્યાનમારની સેનાએ એક શકિતશાળી બળવાખોર જૂથ દ્રારા નિયંત્રિત વિસ્તારમાં બજારની નજીક એક વિશાળ હવાઈ હત્પમલો કર્યેા છે. આ હત્પમલામાં ઓછામાં ઓછા ૪૯ લોકોના મોત થયા હતા. યારે ૫૮ લોકો ઘાયલ થયા છે. હવાઈ હત્પમલા બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મ્યાનમારના પશ્ચિમ રખાઈન રાયમાં થયેલો હત્પમલો દેશભરમાં લોકશાહી તરફી બળવાખોર જૂથો અને વંશીય સશક્ર જૂથો સામે ઘાતક હવાઈ હુમલા ઓની શ્રેણીમાં નવીનતમ છે.આ હુમલો સોમવારે કયોકતવ ટાઉનશીપમાં થયો હતો. આ વિસ્તાર દેશના બીજા ક્રમના સૌથી મોટા શહેર મંડલયની પશ્ચિમમાં લગભગ ૩૪૦ કિલોમીટર (૨૧૦ માઇલ) છે. કયોકતવ અરકાન આર્મી દ્રારા નિયંત્રિત છે, રખાઈન સ્થિત એક શકિતશાળી વંશીય સશક્ર જૂથ છે. મંગળવારે વહેલી સવારે જારી કરાયેલા એક નિવેદનમાં, અરાકાન આર્મીએ જણાવ્યું હતું કે એક યુદ્ધ વિમાને બપોરના સમયે સ્થાનિક બજાર પાસે બે બોમ્બ ફેંકયા હતા, જેમાં વિક્રેતાઓ, દુકાનદારો અને રાહદારીઓ માર્યા ગયા હતા