જો સમુદ્રનું જળ સ્તર વધશે તો માત્ર જમીન જ ડૂબશે એવું નથી, નવા નવા અને વિસ્તરેલા વિસ્તારોમાં સમુદ્રી જીવોની ઘુસણખોરી વધશે . વધતું દરિયાઈ જળ સ્તર ૨૧૦૦ સુધીમા લાખો કિમી તટીય જમીન પર દરિયાઈ પ્રજાતિઓ માટે નવું ઠેકાણું બની જશે તેમાં બે મત નથી.
આબોહવા પરિવર્તનની ગંભીર અસરો માત્ર જમીન અને ગ્લેશિયર્સ પૂરતી સીમિત નથી, પરંતુ તેના કારણે સમુદ્રની અંદર પણ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. તાજેતરના એક નવા વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ, જો સમુદ્રનું સ્તર આ જ રીતે વધતું રહેશે તો માત્ર કાંઠાના વિસ્તારો જ નહીં ડૂબે, પરંતુ હાનિકારક દરિયાઈ પ્રજાતિઓને પણ નવા વિસ્તારોમાં ફેલાવવાની મોટી તકો મળી જશે.જમીન ડૂબવાનો ભય: વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, વર્ષ ૨૦૫૦ સુધીમાં સમુદ્રનું વધતું પાણી આશરે ૩.૬ લાખ ચોરસ કિલોમીટર તટીય જમીનને ડૂબાડી શકે છે. યારે ૨૧૦૦ સુધીમાં આ આંકડો વધીને આશરે ૫.૫ લાખ ચોરસ કિલોમીટર સુધી પહોંચી શકે છે.
દરિયાઈ જીવો માટે અનુકૂળ વાતાવરણ: આ ડૂબેલા કે નવા તટીય વિસ્તારોમાં એવા વિદેશી કે આક્રમક દરિયાઈ જીવો (જે તે વિસ્તારના મૂળ જીવ નથી) માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે, જેનાથી તેઓ સરળતાથી નવા વિસ્તારોમાં વસવાટ કરી શકશે.૧૨૨ પ્રજાતિઓ પર નજર: વૈજ્ઞાનિકોએ ૧૨૨ જેટલી દરિયાઈ 'ઇનવેસિવ' પ્રજાતિઓ (જેમાં માછલીઓ, ક્રસ્ટેશિયન, મોલસ્ક અને સી–સ્ટાર જેવી પ્રજાતિઓ સામેલ છે) પર અભ્યાસ કરીને આ ચેતવણી આપી છે.સમુદ્ર સ્તર વધવાના કારણો: સમુદ્રનું પાણી ગરમ થવાથી તે ફેલાય છે અને ગ્લેશિયર્સ તથા બરફની ચાદરો પીગળવાથી સમુદ્રમાં પાણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
અંદાજ છે કે ૨૦૫૦ સુધીમાં સમુદ્રનું સ્તર આશરે ૨૦ સેન્ટિમીટર અને ૨૧૦૦ સુધીમાં આશરે ૫૬ સેન્ટિમીટર વધી શકે છે.સૌથી વધુ જોખમવાળા વિસ્તારો: આ જોખમ અમેરિકાનો પૂર્વીય તટ, મેકિસકોનો અખાત, ઉત્તર સમુદ્ર, ગિનીનું અખાત, અરબી અખાત, બંગાળની ખાડીનો ઉત્તરીય ભાગ, દક્ષિણ–પૂર્વ ચીન અને ઉત્તરીય ઓસ્ટ્રેલિયા જેવા વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે. ખાસ કરીને નદીઓ અને સમુદ્રના સંગમ સ્થળો પર આ જીવો ઝડપથી પગપેસારો કરી શકે છે.આર્થિક અને પર્યાવરણીય નુકસાન: આ ઘુસણખોર પ્રજાતિઓ સ્થાનિક દરિયાઈ જીવોના અસ્તિત્વ માટે ખતરો બનવાની સાથેસાથે મત્સ્યઉધોગ અને તટીય અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન પહોંચાડી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યની આયોજનબદ્ધ નીતિઓમાં આ દરિયાઈ જોખમોને ધ્યાનમાં રાખવું અત્યતં જરી છે.