રાજકોટ ભાવનગર હાઈવે પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે જેમાં ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી એટલો બધો બિસ્માર હાલતમાં રોડ છે કે મગરનાં પીઠ પર વાહન ચલાવવું પડે તેવી પરિસ્થિતિ છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી કે નથી ખાડા બુરવાર આવતાં આ ખાડા નાં કારણે અકસ્માત નાં ભોગ વાહનો ચાલકો બને છે જેમાં હોસ્પિટલ પાસે તો મસ મોટા ખાડા છે જે પાંચ ફુટ લાંબો અને ચાર ફુટ ઉંડો પડી ગયો છે ત્યારે હજુ તંત્ર ઉંધ માં છે કોઈ અકસ્માત માં જીવ ગુમાવશે ત્યારે ખાડા બુરશે કે શું થોડા દિવસ પહેલા માત્ર માટી નાખીને ખાડા બુરયા હતા પણ માટી ઉડી ગય હતી છે ત્યારે ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ નું રિફેન્સી કરવું પડે તેવી પરિસ્થિતિ છે કારણ સતત રોડ હજારો વાહનો ની અવરજવર રહે છે છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી વહેલી તકે આ રોડ નું રીફેનશી નહીં કરવામાં આવે તો આંદોલન ની તૈયારી કરવા આવશે