નોંધપાત્ર કમાણી અને રોકાણ કરવા છતાં, મોટાભાગના ભારતીય પરિવારો ઇમરજન્સી ખર્ચ માટે તૈયાર નથી. એક સર્વે રિપોર્ટ મુજબ, ૪૬% લોકો પાસે ત્રણ મહિનાના ખર્ચને પણ આવરી લેવા માટે ઇમરજન્સી ફડં નથી. દરમિયાન, ૬૦% પરિવારો પાસે ૨૫ લાખથી ઓછાનું આરોગ્ય વીમા કવર છે.ફિનોવેટ ફાઇનાન્શિયલ સર્વિસીસના આ રિપોર્ટમાં બચત, દેવું, કર આયોજન, રોકાણો અને કૌટુંબિક સુરક્ષા જેવા વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી છે.જેમાં આ ચોકાવનારી વિગતો સામે આવી છે.ઇમરજન્સી ફડં એ એવી રકમ છે જેનો ઉપયોગ નોકરી ગુમાવવા, અણધાર્યા તબીબી ખર્ચાઓ અથવા અન્ય તાત્કાલિક કૌટુંબિક જરિયાતોના કિસ્સામાં થઈ શકે છે. સર્વેમાં, ૪૬% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેમની પાસે કાં તો ત્રણ મહિનાના ખર્ચને આવરી લેવા માટે પૂરતા પૈસા નથી અથવા તેમની પાસે બિલકુલ ઇમરજન્સી ફડં નથી. આવી સ્થિતિમાં, જો આવક અચાનક બધં થઈ જાય અથવા મોટો ખર્ચ થાય, તો ઘરના બજેટ પર દબાણ આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application