BREAKING NEWS

સ્વામિનારાયણ સાધુઓ માટે મહિલા સ્ટાફને દૂર કરનાર એફિલ ટાવરના વડાને પદ છોડવા આદેશ

  • September 30, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેરિસના વિશ્વપ્રસિદ્ધ પ્રતીક એફિલ ટાવરનું સંચાલન કરતી સત્તાવાર કંપનીના વડા પેટિ્રક બ્રાન્કો ઇવોને આ વર્ષના અતં સુધીમાં પોતાનું પદ છોડી દેવા આદેશ કરવામાં આવ્યો છે અને તેઓ રાજીનામું ધરી દેશે. આ મહત્વપૂર્ણ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે યારે થોડા દિવસો પહેલા જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે બોચાસનવાસી અક્ષર પુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના હિન્દુ ધાર્મિક જૂથની મુલાકાત દરમિયાન કેટલાક વિવાદો સર્જાયા હતા, જેમાં મહિલા કર્મચારીઓને કામ પરથી હટાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા.જો કે એક તબક્કે એવો તર્ક સામે આવ્યો હતો કે ધાર્મિક દબાણના લીધે મહિલાઓને હટાવી દેવામાં આવી હતી, પરંતુ તપાસમાં એવું સામે આવ્યું કે કાર્યકારી ખામીઓ તેમજ મુલાકાતના આયોજનમાં રહી ગયેલી વ્યવસ્થાકીય ત્રુટિઓને કારણે દૂર કરવામાં આવી હતી. આથી આ બાબત પ્રમુખની નિષ્ફળતા સૂચવે છે.
પ્રમુખ સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, એફિલ ટાવરનું સંચાલન સંભાળતી કંપની 'સોસાયટી ડી'એકસપ્લોઇટેશન ડે લા ટૂર એફિલ એ પુષ્ટ્રિ કરી છે કે તેના ડિરેકટર જનરલ પેટિ્રક બ્રાન્કો ઇવો પોતાનું પદ છોડી રહ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ કંપની દ્રારા એક આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં એવું બહાર આવ્યું છે કે સંબંધિત મહિલા કર્મચારીઓને કોઈ ભેદભાવ કે ધાર્મિક દબાણને કારણે નહીં, પરંતુ કાર્યકારી ખામીઓ તેમજ મુલાકાતના આયોજનમાં રહી ગયેલી વ્યવસ્થાકીય ત્રુટિઓને કારણે દૂર કરવામાં આવી હતી. આ ઘટનાએ આંતરરાષ્ટ્ર્રીય સ્તરે ખાસ્સું ધ્યાન ખેંચ્યું હતું, જેના કારણે કંપનીની વ્યવસ્થા અને સંચાલન શૈલી પર પણ સવાલો ઉઠા હતા. પેટિ્રક બ્રાન્કો ઇવોના રાજીનામાને આ સમગ્ર વિવાદ અને આંતરિક તપાસ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application