સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કોટડા ગામે વૃધ્ધના મકાનમાં રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડયો હતો. રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ પોશડોડા ૭ કિલો ૧૬૦ ગ્રામ કિ..૧.૦૭ લાખના મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ સાથે વૃધ્ધને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં વૃધ્ધ ખુદ બંધાણી હોય પીવા માટે અને ખર્ચેા કાઢવા વેચવા માટે માદક ડોડવા લાવ્યાનું માલુમ પડયું હતું. વૃધ્ધને આ માદક પદાર્થ સાયલાના સુદાડમા ગામે રહેતા શખસે આપ્યાનું ખુલતા પોલીસે બંન્ને સામે ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિ રાય દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રોહિબીશન – જુગાર તથા એન.ડી.પી.એસ.ને લગતી પ્રવૃતિ કરનારા શખોસને શોધી કાઢી તેઓ વિધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા સ્ટાફ તપાસમાં હતો.
દરમિયાન મળેલ હકિકતથી લીંબડી ડીવાયએસપી વી.એમ.રબારીને વાકેફ કરી સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, અતુલભાઇ ડાભી, અજયવીરસિંહ ઝાલા, ફતેસગં પરમાર, રાજુભાઇ પઢેરીયા નાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારના સાયલા તાલુકાના કોટડા ગામે આંગણવાડી પાસે આવેલા અમરાભાઇ હરસુરભાઇ વાળાના મકાનમાં દરોડો પાડયો હતો. અહીંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોશડોડાનો જથ્થો ૭ કિલો અને ૧૬૦ ગ્રામ કિ.. ૧,૦૭,૪૦૦ નો મુદ્દામાલ મળી આવતા વૃધ્ધની અટક કરી હતી.
બાદમાં પોલીસે પુછતાછ કરતા વૃધ્ધ ખુદ બંધાણી હોય પીવા માટે અને ખર્ચેા કાઢવા વેચવા માટે માદક ડોડવા લાવ્યાનું માલુમ પડયું હતું. વૃધ્ધને આ માદક પદાર્થ કોની પાસેથી લીધો તે અંગે પુછપરછ કરતા સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા બિપીન ગોર પાસેથી લાવ્યાની કબુલાત આપતા બંન્ને આરોપીઓ વિધ્ધ લીંબડી ડીવાયએપી વી.એમ.રબારીના બમાં ફરીયાદ આપી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application