BREAKING NEWS

જેસર રોડ પર ડાયવર્ઝન અને બોર્ડના અભાવ થી મોટો અકસ્માતનો ભય ફેલાયો

  • September 30, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​સાવરકુંડલા શહેરના વ્યસ્ત ગણાતા એવા જેસર રોડ પર તંત્ર અને જવાબદાર એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં ગટર લાઈન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય ફિનિશિંગ કે મરામત ન કરાતાં રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
​જેસર રોડ પર ઠેર-ઠેર માટી અને પથ્થરોના ઢગલા પડેલા છે, જેના કારણે અધૂરાં કામ વચ્ચે અકસ્માતનો સતત ભય સેવાઈ રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ માર્ગ પર સુરક્ષા માટે કોઈપણ પ્રકારના ડાયવર્જન, બેરિકેડિંગ કે ચેતવણી દર્શાવતા બોર્ડ મૂકવામાં આવ્યા નથી. પરિણામે, ખાસ કરીને સાંજના સમયે ભારે ટ્રાફિક અને અંધારાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બચી જાય છે.
​GUDC તથા સંબંધિત એજન્સી દ્વારા કામગીરીમાં સુરક્ષાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, છતાં સ્થાનિક નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી અને મૌન સેવવામાં આવ્યું છે.
​સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં તંત્રની આ ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે, કોઈ મોટી જાનહાની કે ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાનું ફિનિશિંગ પૂર્ણ કરે અને રોડ પર યોગ્ય ડાયવર્જન તથા ચેતવણી બોર્ડ મૂકી સુરક્ષા સુનિશ્ચિત કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application