કોટડા સાંગાણી નજીક હડમતાળા જીઆઈડીસીમાં આવેલી પારમેક્સ ફાર્મા કંપનીમાં ગતરાત્રીના બે વાગ્યાના અરસામાં આગ લાગતા અફરાતફડી મચી જવા પામી હતી. આગના બનાવમાં પ્રોસેસ રૂમમાં કામ કરતા વીરપુર અને કાજલીના બે યુવકો દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દવાના પ્રોસેસ રૂમમાં આવેલા મશીનની મોટરમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. બનાવના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો અને કંપનીના કર્મચારીઓ આગ બુઝાવી હતી. આગથી કેટલુંક નુક્સાન પણ થયા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભુણાવા ચોકડીથી આગળ હડમતાળા જીઆઈડીસીમાં આવેલી પારમેક્સ ફાર્મા કંપનીમાં આવેલા પ્રોસેસ રૂમમાં અચાનક ભડકો થયા બાદ આગ લાગતા ત્યાં કામ કરતા અશ્વિનભાઈ વજેરામભાઈ દુધરેજીયા (ઉ.વ.41-રહે વીરપુર જલારામ), મનીષ રમેશભાઈ ચાવડા (ઉ.વ.28-રહે-કાજલી સોમનાથ)ના બંને યુવકો દાઝી જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી.
બંને યુવકો પ્રોસેસ રૂમમાં કામ કરતા હતા ત્યારે મશીનની મોટરમાં અચાનક ભડકો થતા બ્લાસ્ટ થયો હતો. આ જોઈ ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ જીવ બચાવવા બહાર દોડી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બિગ્રેડના જવાનો અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગ મોટું સ્વરૂપ લે પહેલા બુજાવી દેવામાં આવી હતી. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application