BREAKING NEWS

આવતીકાલથી દેશભરમાં લાગુ થશે પાંચ મોટા ફેરફારો જેની અસર પડશે તમારા ખિસ્સા પર

  • September 30, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલે ઓકટોબર મહિનો શ થશે, જે પોતાની સાથે અનેક મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવશે. આ ફેરફારો દરેક ઘર અને વ્યકિતગત બજેટ પર અસર કરી શકે છે, કારણ કે તેમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને બેંકના એટીએમ માંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયા સુધીની બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૧ ઓકટોબરથી ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડીશનર જેવા ઈલેકટ્રોનિક ઉપકરણોની ખરીદી પણ મોંઘી થવા જઈ રહી છે.
દર મહિનાની પહેલી તારીખે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને નવા દરો જાહેર કરે છે; ૧ ઓકટોબરે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. તાજેતરમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં અનેક ફેરફારો થયા હોવા છતાં, ૧૪ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. વધુમાં, આજે ૩૦ સપ્ટેમ્બર એલપીજી સંબંધિત જરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની છેલ્લી તક છે. ૧ ઓકટોબરથી, જે વપરાશકર્તાઓએ તેમના એલપીજી કનેકશન માટે આધાર–આધારિત બાયોમેટિ્રક ઓથેન્ટિકેશન અથવા ઈ–કેવાયસી જે એક ફરજિયાત જરિયાત છે. તે પૂર્ણ કયુ નથી, તેમને એલપીજી સબસિડી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, ઓટીપી આધારિત એલપીજી ડિલિવરી સેવા પણ શરૂ કરવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે ડિલિવરી સમયે, માત્ર રસીદને બદલે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા ઓટીપી દ્રારા ચકાસણી કરવી જરી બનશે.મહિનાના પ્રથમ દિવસે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માત્ર એલપીજી સિલિન્ડરના ભાવમાં જ ફેરફાર કરતી નથી પરંતુ એવિએશન ટર્બાઇન યુઅલના દરોમાં પણ સુધારો કરે છે; આ દરોમાં થતો કોઈપણ ફેરફાર મુસાફરો માટે હવાઈ મુસાફરીના ખર્ચ પર સીધી અસર કરે છે. હાલમાં, એટીએફનો ભાવ દિલ્હીમાં .૧,૦૪,૯૨૭ પ્રતિ કિલોલીટર, કોલકાતામાં .૧,૦૯,૪૫૦ પ્રતિ કિલોલીટર, મુંબઈમાં .૯૮,૨૪૭ પ્રતિ કિલોલીટર અને ચેન્નાઈમાં .૧,૦૯,૮૭૩ પ્રતિ કિલોલીટર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે ૧ ઓકટોબર, ૨૦૨૬થી એક મોટો ફેરફાર અમલમાં આવવા જઈ રહ્યો છે. બચત ખાતા અને પગાર ખાતા એમ બંને પ્રકારના ખાતાધારકોએ રોકડ ઉપાડ માટે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. બેંક શાખાઓમાં ખોલવામાં આવેલા 'બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ' ખાતા ધરાવતા ગ્રાહકોએ દર મહિને મળતી શઆતની ચાર મફત ઉપાડની સુવિધા પછીના દરેક એટીએમ ઉપાડ માટે .૧૫ વત્તા જીએસટી ચૂકવવા પડશે. બીજી તરફ, પગાર ખાતા ધરાવનારાઓ માટે માસિક મફત વ્યવહારની મર્યાદા ૧૦ થી ઘટાડીને ૫ કરવામાં આવી રહી છે. મફત એટીએમ ઉપાડની મર્યાદા પછી, દરેક વ્યવહાર દીઠ .૨૩ વત્તા જીએસટીનો ચાર્જ લાગુ થશે. બિન–નાણાકીય વ્યવહારો માટે, મફત મર્યાદા પૂરી થયા બાદ .૧૧ વત્તા જીએસટીની ફી લાગુ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application