BREAKING NEWS

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ રોડ પર ટ્રકમાંથી ૨૧૬૦ બોટલ દારૂ સાથે પાંચ ઝડપાયા

  • September 30, 2026 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ એલસીબીએ માર્કેટિંગ યાર્ડ પાસેથી આઇસર ટ્રકમાંથી ૨૧૬૦ વિદેશી દારૂ સાથે જૂનાગઢના પાંચ બુટલેગરો ઝડપાયા હતા. પૂછપરછમાં દારૂ ગોવાના વાઇન શોપ માંથી ખરીદ્યો હોવાનું અને કટીંગ કરે તે પૂર્વે જ પોલીસે ઝડપી લીધા હોવાનું જણાવ્યું હતું.
     જૂનાગઢ એલસીબીએ ગઈકાલે માર્કેટિંગ યાર્ડ રોડ પર આઇસર ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી ૨.૧૬ લાખની કિંમતનો ૨૧૬૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂ સાથે અસલમ ખાન પઠાણ (સુખનાથ ચોક),અતીક જેઠવા, મકસુદ ઉનડ (હર્ષદ નગર) તેનો ભાઈ, મકબુલ ઉનઙ (હર્ષદ નગર) અરબાઝ મકરાણી (જેલ રોડ) કુલ પાંચ શખ્સોને રૂ.૨.૧૬ લાખના કિંમતના ૨૧૬૦ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધા હતા. દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂ.૭.૬૬ લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.
     બુટલેગરોની પૂછપરછમાં દારૂ ગોવા શુભ વાઇન શોપના સંચાલક તથા જેતપુર તાલુકાના દેરડી ગામના રાજ પટેલનુ નામ ખુલ્યું હતું. ગોવાથી જુનાગઢ સુધી દારૂની હેરાફેરી થઈ ગઈ પરંતુ જૂનાગઢ પોલીસના રડારમાં  અસલમ પઠાણ (સુખનાથ ચોક), અતિક હનીફ જેઠવા (સરદાર બાગ),બુટલેગર ઝડપાઈ ગયા હતા. મકસુદ અને તેનો ભાઈ મકબુલ ઉનડ(હર્ષદ નગર) અરબાજ બલોચ (જેલ રોડ) ને ઝડપી લીધા હતા. એલ સી બી એ ટ્રકમાંથી કુલ ૨૧૬૦ દારૂની બોટલ, પાંચ મોબાઇલ અને ટ્રક સહિત, ૭.૬૬ લાખનો મુદ્દામય કબજે કર્યો હતો.
      દારૂ ક્યાંથી આવ્યો ? તે અંગે કરેલી પૂછપરછમાં ગોવાના શુભ વાઇન શોપના સંચાલક તથા જેતપુર તાલુકાના દેરડી ગામના રાજ પટેલનું નામ ખુલ્યું છે. ગોવાથી જુનાગઢ સુધી દારૂ પહોંચી ગયો અને જુનાગઢ પોલીસની રડારમાં બુટલેગરો આવી ગયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application