રાજકોટમાં વીંછિયાના શિવાજીપરામાં રહેતા ઇલેકિટ્રક અને હાર્ડવેરના વેપારી સાથે અમદાવાદના શખસે .૧.૪૭ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આરોપીએ વેપારીની દુકાને આવી મોઢુકા રોડ પર દુકાન ભાડેથી રાખી કપડાનો વેપાર કરવો હોય હાલ દુકાનનું કામ ચાલુ છે તેમ જણાવી કટકે કટકે ઇલેકિટ્રક અને હાર્ડવેરનો સામાન લઇ જઈ ધુંબો મારી દીધો હતો.
વીંછિયાના શિવાજીપરા શેરી નં.–૫ માં રહેતા સંતોષભાઇ ઉર્ફે સેંગી પ્રવિણભાઇ બાવળીયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનિલભાઈ (રહે.અમદાવાદ)નું નામ આપી જણાવ્યુ હતું કે,તે જસદણ રોડ ઉપર સંતોષ ઇલેકટ્રીક એન્ડ હાર્ડવેર નામની દુકાન ધરાવી વેપાર કરે છે.
વેપારીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ગઇ તા.૨૬૦૫૨૦૨૬ ના રોજ તે દુકાને હતો. સવારના આશરે દસ વાગ્યે અનીલભાઈ દુકાને આવી વાત કરી હતી કે, તે અમદાવાદથી આવ્યો છે તેને અહીં વીંછિયામાં મોઢુકા રોડ ઉપર રાજુભાઇ મીક્રીની દુકાન ભાડે રાખી તેમાં કપડાનો વેપાર કરવો છે. હાલ દુકાનનું કામકાજ ચાલુ છે. જેથી મારે ઇલેકટ્રીક સામાન જોઇએ છે. અનીલભાઈએ વાયરના ચાર બંડલ જેની કિમત .૧૮ હજાર, હેવલ્લસ કંપનીનો વન એમ.એમ.વાયરના બે બંડલ જેની કિમત .૩,૭૪૦, બી.એન.૧૦૦ વોલ્ટ ફોકસ નગં – ૦૫ જેની કિમત .૯,૫૦૦, જેની કુલ કિ..૩૧,૨૪૦ નો ઇલેકટ્રીકનો સામાન લીધેલ અને અનીલભાઇએ કહ્યું હતું કે, મારી પાસે રોકડ રકમ નથી, મારે કામ વધુ છે અને હજુ વધારે ઇલેકટ્રીકનો સામાન તમારી દુકાનેથી લેવો પડશે જેથી વધારે રકમ થઇ જાય ત્યારબાદ તમને હત્પં ચેક આપીશ.
બીજા દિવસે તા. ૨૭૦૫૨૦૨૬ ના રોજ ફરીવાર અનીલભાઈ મારી દુકાને આવી અઢી એમ.એમ. ટુકો વાયર ૧૫ મીટર જેની કિમત . ૯૦૦, પીન નગં – ૦૧ જેની કિ..૧૦, બોર્ડ નગં – ૦૧ જેની કિમત .૩૫૦ મળી . ૧,૨૬૦ નો સામાન લીધેલ હતો અને તે પણ બિલ બાકી રાખેલ હત. બાદ તા.૨૮૦૫૨૦૨૬ ના રોજ અનીલભાઈ મારી દુકાને આવી હેવલ્લસ કંપનીનો દોઢ એમ.એમ. વાયરના ત્રણ બંડલ જેની કિમત .૮,૪૦૦, હેવલ્લસ કંપનીના ૫૦ વોલ્ટના લેમ્પ નગં – ૦૩ જેની કિમત .૧૮૦૦ મળી કુલ .૧૦,૨૦૦ નો સામાન બાકીમાં લઇ ગયેલ હતા. આં પ્રકારે જ અનિલભાઈ તબક્કાવાર કટકે કટકે . ૧,૪૭,૭૮૫ નો માલ લઇ ગયેલ હતા.
ફરીવાર અનીલભાઇ વેપારીની દુકાને સામાન લેવા માટે આવ્યા ત્યારે વેપારીએ અનીલભાઈનું ઉધારનું બીલના પૈસા જોતા કૂલ .૧, ૪૭, ૭૮૫ જેટલી રકમ બાકી હોય જેથી તમે થોડા પૈસા કે ચેક મને આપો તો હત્પં તમને મારી દુકાનમાંથી સામાન આપીશ તેમ કહેતા અનીલભાઈએ કહ્યું હતું કે, હત્પં તમને એક બે દિવસમાં ચેક આપી દઈશ. ત્યારબાદ વેપારીએ અનીલભાઈને અવાર નવાર ફોન કરતા અનીલભાઇનો ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી અનીલભાઇએ વિશ્વાસ કેળવી ઇલેકિટ્રકનો સામાન લઇ જઈ તેના .૧,૪૭,૭૮૫ નહિ ચૂકવી ઠગાઈ આચરતા યુવાને વિંછીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.