ચરખડી પાસે ગમખ્વાર અકસ્માતઃ RMC કર્મચારીનું સારવાર દરમિયાન મોત
ચરખડી પાસે ગમખ્વાર અકસ્માતઃ RMC કર્મચારીનું સારવાર દરમિયાન મોત
September 30, 2026 09:46 AM
ગોંડલ તાલુકા નાં ચરખડી ગામ નજીક જયસન કારખાના પાસે ગત સાંજે 7:30 વાગ્યાના અરસામાં કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી અને ચરખડી રહેતા ભીખુભા પથુભા ભટ્ટી (ઉંમર 58 વર્ષ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, ભીખુભા પોતાની વાડીથી GJ-03-NH-4222 નંબરનાં એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન ચરખડી ગામ તરફથી આવતી GJ-03-MR-7736 નંબરની કાર ચાલકે એકટીવા ને હડફેટે લેતા સર્જાયેલા અકસ્મતમાં ભીખુભા ને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે વાડોદરિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે કૃષ્ણા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. માહિતી મુજબ, કારચાલક ચરખડી ગામમાં મેડિકલ સ્ટોર ચલાવે છે અને તેઓ ગોંડલ ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત નો ભોગ બનેલા ભીખુભા રાજકોટ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ હેઠળ ભાદર સિંચાઈમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની નોકરીમાં નિવૃતિ ને હજુ અંદાજે બે વર્ષનો સમય બાકી હતો.તેમને સંતાન મા બે પુત્ર હોવાનું જાણવાં મળેલ છે. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.